અનલિમિટેડ કોલિંગની આદત બગડીઃ અનલિમિટેડ ફ્રી કોલિંગને કારણે લોકોની આદત બગડી ગઈ છે. ઓફર ખતમ થયા બાદ તેનાથી નુકસાન થઈ શકે છે. ફોન પર વધારે સમય વિતાવી રહ્યા છે લોકોઃ બધુ જ ફ્રી હોવાને કારણે લોકો પોતાનો મોટાભાગનો સમય ફોન પર વિતાવી રહ્યા છે. કોલિંગ, ડાઉનલોડિંગમાં લોકો લાગેલા હોય છે.
2/10
હવે 3G સ્પીડ નથી ગમતી કોઈનેઃ 4Gનો ઉપયોગ કરી રહેલ યૂઝર્સ હવે 3G સ્પીડની મજાક ઉડાવી રહ્યા છે. વેલકમ ઓફર ખતમ થયા બાદ તેનું શું થશે તે કહેવું મુશ્કેલ છે.
3/10
ફ્રીની આદત થઈ ગઈઃ તમામ ફ્રી હોવાથી લોકોને ફાયદો તો થયો પરંતુ હવે લોકોને ફ્રીની આદત પડી ગઈ છે. ઓફર ખતમ થયા બાદ લોકોને મુશ્કેલી પડી શકે છે.
4/10
થયો 4Gનો અનુભવઃ 4Gનો અનુભવ થવો તે એક સપના જેવું હતું. પરંતુ જિઓએ તેને તમામ લોકો સુધી પહોંચાડ્યું. ત્રણ મહિના પહેલા સુધી માત્ર એરટેલ મુખ્યરૂપથી 4G ડેટાનો પ્લાન લાવી હતી. પરંતુ આ પ્લાન સામાન્ય લોકોની પહોંચથી ઘણાં દૂર હતા.
5/10
વીડિયો કોલ અને ડાઉનલોડિંગમાં વધારોઃ વીડિયો કોલિંગ એક સારું ફીચર છે. પરંતુ વધારે ડેટા ખર્ચને કારણે લોકો તેનો ઓછો ઉપયોગ કરે છે. પરંતુ જિઓ સિમને કારણે લોકો ખૂબ વીડિયો કોલિંગ કરી રહ્યા છે. હાલમાં WhatsApp એ પણ વીડિયો કોલિંગની સુવિધા શરૂ કરી છે. તેનો પણ લોકો ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે દરેક પ્રકારના ડાઉનલોડિંગમાં પણ ઉછાળો આવ્યો છે.
6/10
નવી ટેક્નોલોજીનો ઉપયોગઃ ફ્રી ડેટાને કારણે લોકો ફોન, એપ્સ અને સોફ્ટવેર તમામ અપડેટ થઈ ગયા છે. હવે લોકો નવા નવા ફીચર્સ અને ટેક્નોલોજીનો સરળતાથી ઉપયોગ કરી રહ્યા છે.
7/10
હવે લોકો મિસ કોલ નથી કરી રહ્યાઃ કેટલાક યૂઝર્સે પોતાના અનુભવ શેર કરતાં જણાવ્યું કે, જિઓ આવ્યા બાદથી લોકોએ મિસ કોલ કરવાનું બંધ કર્યું છે. બધા હવે કોલ જ કરે છે.
8/10
રૂપિયાની થઈ બચતઃ જિઓ સિમ ખરીદ્યા બાદથી યૂઝર્સે ત્રણ મહિના સુધી કોઈપણ પ્રકારનું રિચાર્જ કરાવ્યું નથી. ડેટા અને કોલિંગ બધુ જ ફ્રી હોવાથી યૂઝર્સને સારી એવી બચત થઈ રહી છે.
9/10
ગ્રાહકોને થયો બેવડો ફાયદોઃ જિઓને ટક્કર આપવા માટે અન્ય ટેલિકોમ કંપનીઓ જેમ કે આઈડિયા, એરટેલ, બીએસએનલે અનેક ઓપ્રસ અને સસ્તા પ્લાન્ લોન્ચ કર્યા. જેનો સીધો જ ફાયદો ગ્રાહકોને મળ્યો. તેનાથી જિઓ યૂઝર્સની સાથે જ જિઓ સિમનો ઉપયોગ ન કરનારને પણ ફાયદો થયો છે.
10/10
3 સપ્ટેમ્બરે લોન્ચ થયેલ જિઓને ત્રણ મહિના થવા જઈ રહ્યા છે. જિઓના લોન્ચ બાદ બજારની સાથે જ યૂઝર્સની લાઈફમાં પણ ઘણાં ફેરફાર આવ્યા છે. જિઓએ ફ્રી સર્વિસીસ આપીને ટેલિકોમ કંપનીઓમાં ભૂકંપ લાવી દીધો. જિઓ પર અનેક આક્ષેપ પણ લાગ્યા પરંતુ તેને બધી બાજુથી ક્લિન ચિટ મળી ગઈ. ઇન્ટરકનેક્શનની સમસ્યા પણ દૂર થઈ ગઈ. અહીં તમને કેટકલાક એવા ફેરફાર વિશે જણાવી રહ્યા છીએ જે જિઓના લોન્ચ બાદ આવ્યા છે. જિઓ આવવાથી ક્યાંક ફાયદો થયો તો ક્યાંક નુકસાન પણ થયું છે.