શોધખોળ કરો
ભારતમાં આજે લૉંચ થયો 128 GB મેમરીવાળો ધમાકેદાર ફોન, જાણો શું છે કીંમત
1/4

નવી દિલ્લી: મોબાઈલ હેંડસેટ બનાવનાર પ્રમુખ કંપની વનપ્લસે પોતાના સ્માર્ટફોન વનપ્લસ 3ના અપડેટ સંસ્કરણ 3ટી આજે ભારતીય બઝારમાં લૉંચ કર્યું છે. તેની શરૂઆતી કીંમત 29,999 રૂપિયા છે. વનપ્લસના મહાપ્રબંધક વિકાસ અગ્રવાલે જણાવ્યું કે વનપ્લસ 3 ટીમાં 3400 એમએમએચની બેટરી, 6 જીબી રેમ, 16 એમપીનો કેમેરો અને ઓક્સિજન ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ છે. આ ફોન 14 ડિસેમ્બરથી એમેઝોન પરથી ખરીદી શકશો.
2/4

કંપનીએ મેક ઈન ઈંડિયા મારફતે ભારતમાં હેંડસેટ બનાવવાનું શરૂ કર્યું છે. આ સ્માર્ટફોનની ફીચર્સની વાચ કરીએ તો OnePlus 3T ઘણી હાઈટેક ફીચર્સથી સજ્જ હશે. તેમાં 6GB LPDDR4 રેમ પણ છે. જો કે કંપનીએ ગત વેરિયંટ OnePlus 3માં પણ આટલી જ રેમ હતી. એટલે કંપનીએ રેમ વધારવાનું કામ કર્યું નથી. જો કે ભારતીય માર્કેટમાં અત્યાર સુધી 6GB રેમથી વધુ સ્માર્ટફોન આવી રહ્યા નથી.
Published at : 03 Dec 2016 10:43 AM (IST)
View More





















