શોધખોળ કરો
10GB રેમ સાથે આવી શકે છે Oppo R17, જાણો તેની ખાસિયત
1/4

ચીની માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ વીબો પર આ સ્માર્ટફોન સાથે જોડાયેલી કેટલીક જાણકારી સામે આવી છે. માર્ચમાં કંપનીએ Oppo R15 અને R15 Dream Mirror લોન્ચ કર્યા હતા. પ્લેફુલ ડ્રોયડની એક રિપોર્ટ્સ મુજબ R15નું નવું વર્ઝન R17 હશે. મીડિયા રિપોર્ટ્સનું માનવામાં આવે તો આ ફોનમાં સ્નૈપડ્રેગન 660 પ્રોસેસર આપવામાં આવી શકે છે. સાથે જ 128 GBની ઈન્ટરનલ મેમરી પણ આપી શકે છે. ફોટોગ્રાફી માટે 16 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલ ડ્યૂલ રિયર કેમેરા આપવામાં આવી શકે છે. જ્યારે, 20 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા પણ આપવાની આશા છે.
2/4

અત્યાર સુધી બજારમાં 8GB સુધીની રેમના સ્માર્ટફોન આવ્યા છે, પરંતુ આમાં 10GB રેમ આપવામાં આવી શકે છે. જો આ પ્રકારનું થશે તો આ દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન હશે કે જેમાં 10GBની રેમ હશે.
Published at : 27 Jul 2018 07:58 PM (IST)
View More





















