શોધખોળ કરો
4 રિયર કેમેરા સાથે Samsung Galaxy A9 આજે ભારતમાં થશે લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
1/4

Galaxy A9માં 3800 MHAની બેટરી છે જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સાથે જ તેમાં કનેક્ટિવિટી માટે 4G વીઓએલટીઈ, બ્લૂટૂથ v5.0,યૂએસબી ટાઈપ-સી, એનએફસી અને 3.5 એમએમ હેડફોન જેક મળે છે. ફોનના પાવર બટનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે. આ ફોન બબ્બલગમ પિંક, કૈવિયર બ્લેક અને લેમોનેડ બ્લૂ કલર વેરિયન્ટમાં મળશે. એક રિપોર્ટ્સ મુજબ, સેમસંગ ગેલેક્સી A9 2018ની ભારતમાં કિમંત 39000 રૂપિયા હશે.
2/4

સેમસંગ ગેલેક્સી A9 2018માં 4 રિયર કેમેરા છે જેમાં એક 24 મેગાપિક્સલ મુખ્ય લેન્સ છે જેનો અપર્ચર f/1.7 છે. બીજો લેન્સ 10 મેગાપિક્સલ ટેલીફોટો છે જેમાં 2x ઓપ્ટિકલ ઝૂમ મળે છે. ત્રીજો લેન્સ અલ્ટ્રા વાઈડ એંગલ વાળો છે અને ચોથો લેન્સ 5 મેગાપિક્સલ છે. ચાર કેમેરા એક જ લાઈનમાં ઉપર નીચે છે. જ્યારે ફ્રંટ કેમેરો 24 મેગાપિક્સલ છે.
Published at : 20 Nov 2018 09:17 AM (IST)
Tags :
Smart PhoneView More





















