ફોનમાં 12 મેગાપિક્સલના બે રિયર સેન્સર છે જે ઓટોફોકસ અને ડ્યૂઅલ પિક્સલ OIS સાથે આવે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે સેમસંગના આ ફોનમાં અપાર્ચર f/1.7 સાથે 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળશે. આ ફોનમાં 4000 એમએએચની બેટરી આપેલી છે જે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોન સાથે આવનારી S પેન પહેલાથી વધારે સારી થઈ છે અને તેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી મળે છે. સેમસંગનું કહેવું છે કે નવા S પેન 40 સેકન્ડમાં ચાર્જ થાય છે.
2/4
નવા સેમસંગ ગેલેક્સી નોટ 9 ફેબલેટમાં 6.4 ઈંચની ક્વો એચડી+ સુપર એમોલેડ ડિસ્પલે છે. આ હેંડસેટમાં 2.7 ગીગા હર્ટ્ઝ ઓક્ટા-કોર એક્સીનોસ 9810 પ્રોસેસર આપેલું છે. ફોન 6જીબી રેમ અને 128જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ ઉપરાંત 8જીબી રેમ અને 512જીબી ઈનબિલ્ટ સ્ટોરેજનાં ઓપ્શન સાથે મળશે. બંને વેરિયન્ટ્સની સ્ટોરેજને માઈક્રોએસડી કાર્ડ દ્વારા 512જીબી સુધી વધારી શકાય છે. ગેલેક્સી નોટ 9 એન્ડ્રોઈડ 8.1 ઓરિયો ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.
3/4
ગેલેક્સી નોટ 9 સ્માર્ટફોન, કોપર, પર્પલ અને બ્લ્યૂ કલર વેરિયન્ટમાં રજૂ કરાયો છે. ફોનમાં 128જીબી વેરિયન્ટની કિંમત 999.99 ડોલર (લગભગ 68,700 રૂપિયા) અને 512જીબી વેરિયન્ટની કિંમત 1249.99 ડોલર (85,900 રૂપિયા) રાખવામાં આવી છે. જોકે આ ફોન ભારતમાં ક્યારે લોન્ચ થશે તેની કોઈ જાણકારી આપવામાં આવી નથી.
4/4
નવી દિલ્હીઃ સેમસંગ ગેલેક્સી નોટ 9 વિશ્વનો પ્રથમ ફ્લેગશિપ પ્રીમિયમ સ્માર્ટફોન છે જેમાં 4000 એમએએચની બેટરી છે. ગેલેક્નસી નોટ 9ની સાથે એસ પેન પણ લોન્ચ કરવામાં આવી છે જેની મદદથી તમે સેલ્ફી ક્લિક કરી શકો છો. સેમસંગે આ ઈવેન્ટમાં ગેલેક્સી હોમ સ્માર્ટ સ્પીકર પણ રજૂ કર્યા છે જેમાં સેમસંગનું વર્ચુઅલ આસિસ્ટન્ટ સપોર્ટ મળશે. તેમાં 4 માઈક્રોફોન છે. સેમસંગના આ ફોનમાં ટોપ-એન્ડ મોડલમાં 512જીબીની ઈનબિલ્ટ સ્ટોરેજ છે અને 512જીબી સુધી સ્ટોરેજને માઈક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. એટલે કે યુઝર પાસે કુલ 1 ટીબી સ્ટોરેજનો વિકલ્પ હશે.