શોધખોળ કરો
કારની જેમ હવે ફોન માટે આવી મોબાઇલ એરબેગ, નીચે પડશે ત્યારે આ રીતે બચી જશે તમારો સ્માર્ટફોન
1/5

જર્મનીના આલેન યૂનિવર્સિટીમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ફ્રેન્જલે મેકાટ્રૉનિક્સની તરફથી મોબાઇલ એરબેગ માટે એવોર્ડ પણ જીત્યો છે. ઉલ્લેખનીય છે કે, આ એરબેગને આગામી મહિને કિકસ્ટાર્ટર દ્વારા લૉન્ચ કરવામાં આવી શકે છે.
2/5

3/5

નોંધનીય છે કે, આ પ્રૉડક્ટને એક સ્પેશ્યલ ડિઝાઇનની સાથે બનાવવામાં આવી છે જે કેટલાક લોકોના મોંઘા ફોન પડવાથી તુટતા બચાવશે. આ પ્રૉડક્ટ આવ્યા બાદ એક વાત તો નક્કી છે કે મોબાઇલ ફોન હવે નીચે પડ્યા પછી નહીં તુટે.
4/5

મોબાઇલ ફોનને નીચે પડવાથી તુટતો બચાવવા માટે જર્મનીના એક સ્ટૂડન્ટે મોબાઇલ એરબેગની શોધ કરી છે. ફિલિપ ફ્રેન્જેલ નામના આ વિદ્યાર્થીએ એક એવી મોબાઇલ એર બેગ બનાવી છે જેનાથી બધા પ્રકારના ફોનને બચાવી શકાય છે. જ્યારે તમારો ફોન નીચે પડશે ત્યારે આ સેન્સ કરી લેશે અને ફોનના ચાર ખુણા ખુલી જશે તેનાથી ફોન તુટતો બચી જશે.
5/5

નવી દિલ્હીઃ મોબાઇલ ફોન દરેક માટે ખાસ ગેજેટ્સ છે, લોકોને પોતાની ખાસ જરૂરી વસ્તુઓ અને ડેટા તેમાં સ્ટૉર થયેલો હોય છે. તેથી મોબાઇલ ફોન બગડી કે તુટી જાય ત્યારે તે લૉસ થવાનો પણ ચાન્સ રહે છે. જ્યારે મોબાઇલ ફોન નીચે પડી જાય તો સૌથી પહેલો ખતરો સ્ક્રીનનો રહે છે. પણ હવે આ પ્રૉબલ્મનુ સૉલ્યૂશન એરબેગ્સથી આવી ગયું છે. હવે મોબાઇલ ફોનને બચાવવા માટે ફોન એરબેગ્સ આવી રહી છે. જે ફોનને તુટતો બચાવશે.
Published at : 02 Jul 2018 03:34 PM (IST)
View More





















