નવી દિલ્લીઃ વોડાફોન ઇંડિયાએ મંગળવારે પોતાના ગ્રાહકો માટે ખાસ ડેટા ઓફર્સની જાહેરાત કરી છે. જે પોતાના હાલના સીમને 4G સીમમાં અપગ્રેડ કરાવવા માંગે છે. સીમને અપગ્રેડ કરાવનારને વોડાફોન ગ્રાહકોને 4G ઇનબીલ્ટ સ્માર્ટ ફોન પર 2GB ડેટા ગ્રાહકોને આપી રહી છે. હાલમાં આ ઓફર દિલ્લી એનસીઆરના ગ્રાહકો પૂરતો સીમિત છે.
2/5
વોડાફોન ઇંડિયાના દિલ્લી એનસીઆરના અપૂર્વા મહરોત્રાએ કહ્યું હતું કે, વોડાફોન સર્કલના એક કરોડથી વધુ ગ્રાહકો માટે મહત્વની ટેલી કોમ્યુનિકેશન સેવા આપનાર કંપની છે. અમે ગ્રાહકોને 4Gનો અનુભવ આપવાની સાથે સાથે 2GB ફ્રી ડેટા પણ આપી રહ્યા છીએ. જેથી કરીને તે આ સેવાને કમર્શિયલ લૉંચ થયા બાદ તે હાઇ સ્પિડ મોબાઇલ સેવાઓનો લાભ લઇ શકે.
3/5
કંપની તરફથી બહાર પાડવામાં આવેલ નિવેદન મુજબ વોડાફોન પ્રિ-પેડ ગ્રાહકો 10 દિવસ માટે 2GB ફ્રીમાં ડેટાનો લાભ ઉઠાવી શકશે. આ 2 GB ડેટા સીમ એક્સચેન્જના 48 કલાકની અંદર ગ્રાહકના બેલેન્સમાં આવી જશે. તેમજ પોસ્ટપેડ ગ્રાહક એક બીલ સાઇકલ માટે આ સેવાનો લાભ લઇ શકે છે. તેના માટે તેમણે 4G સીમ 4G ઇંબિલ્ટ હેંડસેટમાં જ ઉપયોગ કરવો પડશે.