નવી દિલ્હીઃ ઇન્સન્ટ મેસેજિંગ એપ વોટ્સએપમાં હવે ફેરફાર થવાના છે. વોટ્સએપની ખાસ વાત હતી તે હવે ખત્મ થવાની છે. વોટ્સએપ એક એવી ઇન્સટન્ટ મેસેજિંગ એપ છે જેમાં કોઈ જાહેરાત આવતી નથી. તેનું બિઝનેસ મોડલમાં જાહેરાત ન હતું. પરંતુ હવે ફેસબુક જે વોટ્સએપની માલિકી ધરાવે છે. તેની યોજના છે કે વોટ્સએપમાં જાહેરાત આપીને રૂપિયા કમાવા માગે છે.
2/3
અહેવાલ અનુસાર હવે યૂઝરને સ્ટેટસ પર જાહેરાત જોવા મળશે. જો તમે ઇન્સ્ટાગ્રામ યૂઝ કરો છો તો તમે ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં જાહેરાત જોઈ હશે. જોકે ઇન્સ્ટાગ્રામ પણ ફેસબુકની જ કંપી છે, માટે ફેસબુક હવે ઇન્સ્ટાવાળું આ મોડલ વોટ્સએપ પર લાવવાની તૈયારીમાં છે.
3/3
આ પહેલા પણ અનેક રિપોર્ટ્સમાં વોટ્સએપની આ યોજના વિશે કહેવામાં આવ્યું છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર 2019થી કંપની સ્ટેટસમાં જાહેરાત બતાવવાનું શરૂ કરશે. તમને જણાવીએ કે, વોટ્સએપમાં જાહેરાત અને ડેટા પ્રાઈવેસીને લઈને વોટ્સએપના સ્થાપકના ફેસબુક છોડી દીધું છે. જોકે આ પાછળ અનેક કારણ ગણાવવામાં આવ્યા છે.