હાલમાં એ સ્પષ્ટ નથી કે વોટ્સએપમાં ક્યારથી એડ જોવા મળશે અને કંપનીએ પણ આ મામલે કોઈ સ્પષ્ટતા કરી નથી. એ પણ જોવાનું રહેશે કે, એડ ક્યાં ક્યાં આપવામાં આવસે અને તેના પર યૂઝર્સની શું પ્રતિક્રિયા આવે છે.
2/5
તેને તમે વોટ્સએપમાં જાહેરાતની શરૂઆત કહી શકો છો. પરંતુ કંપની અહીં સુધી જ નહીં અટકે અને નવી નવી રીતે વોટ્સએપમાં એડ આપી શકે છે. કારણ કે વોટ્સએપના બન્ને સ્થાપકોએ કંપની એટલા માટે જ છોડી કે માર્ક ઝકરબર્ગ વોટ્સએપથી કમાણી કરા માગતા હતા અને બ્રિએન એક્ટન અને જેન કુમનું માનવું હતું કે વોટ્સએપ એડ ફ્રી રહેવું જોઈએ. તમને યાદ હશે કે વોટ્સએપ યૂઝ કરવા માટે સબ્સક્રિપ્શન સર્વિસ શરૂ થઈ હતી, પરંતુ બાદમાં તે બંધ કરવામાં આવી. તેનું કારણ વોટ્સએપના સ્થાપક કહેવાય ચે, કારણ કે તેમને વોટ્સએપના મોડલ સાથે છેડછાડ પસંદ ન હતી.
3/5
WABetainforના અહેવાલ અનુસાર કંપની પહેલેથી જ જાહેરાત આપવાની તૈયારી કરી રહી છે. ફેસબુકે જ્યારે તેને ખરીદ્યું હતું તેના થોડા વર્ષ બાદથી વોટ્સએપના સ્થાપક અને ફેસબુકના મેનેજમેન્ટની વચ્ચે તણાવ વધતો ગયો કે તેને મોનેટાઈઝ કરવામાં આવે કે નહીં. જોકે વોટ્સએપના સ્થાપકે કંપની છોડી દીધી છે.
4/5
નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ હાલમાં ચર્ચામાં છે. ભારતમાં ફેક ન્યૂઝ વાયરલ થવાને લઈને આજકાલ વોટ્સએપ વધારે ચર્ચામાં છે. પરંતુ ફરી એક વખત વોટ્સએપ જાહેરાત અને બિઝનેસ મોડલને લઈને ચર્ચામાં આવવાનું છે. અહેવાલ અનુસાર વોટ્સએપ iOS એપમાં જાહેરાત આપવાની તૈયારી કરી રહ્યું છે.
5/5
અહેવાલ અનુસાર વોટ્સએપમાં જાહેરાત સૌથી પહેલા સ્ટેટસ ટેબમાં જોવા મળશે જેની હાલમાં જ શરૂઆત કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે તમે અનેક સ્ટેટસ જુઓ છો તો તેની વચ્ચે તમને જાહેરાત પણ જોવા મળશે. આવું મોડલ ફેસબુકની કંપની ઇન્સ્ટાગ્રામ પર જ છે જ્યાં ઇન્સ્ટા સ્ટોરીઝની વચ્ચે તમને એડ જોવા મળે છે.