WhatsApp હવે માઈક ફીચર્સની સાથે આવે જ્યાં તમે માત્ર મેસેજ બોલીને તેને ટાઈમ કરી શકો છો અને બાદમાં મેસેજને કોઈને પણ મોકલી શકો છો. હવે કોઈપણ યૂઝરને મેસેજ ટાઈપ કરવાની જરૂરત નહીં રહે. એ વખત મેસેજને માઈકમાં બોલ્યા બાદ તેને મેન્યુઅલી સેન્ડ કરવાનું રહેશે. હાલમાં આ ફીચર એન્ડ્રોઈડ અને આઈઓએસ પર ઉપલબ્ધ છે.
2/4
નવી દિલ્હીઃ WhatsApp એક એવું મેસેજિંગ પ્લેટફોર્મ બનતું જઈ રહ્યું છે જે ધીમે ધીમે પોતાના યૂઝર્સને દરેક પ્રકારના ફીચર્સ આપી રહ્યું છે. હાલમાં જ WhatsAppના અપડેટમાં એક નવું ફીચર્સ સામેલ થયું છે. પરંતુ અમે તમને જે ફીચર વિશે જણાવી રહ્યા છીએ તે તમને ચોંકાવી શકે છે. હાં હવે WhatsApp પર કોઈપણ મેસેજ મોકલવા માટે ટાઈપ કરવાની જરૂરત નથી.
3/4
Dictation ફીચર ગૂગલ અસિસ્ટન્ટ અને સીરી જેવા સ્માર્ટ વોઈસ અસિસ્ટન્ટમાં પહેલાથી જ છે. વોટ્સએપમાં આ ફીચર હવે બિલ્ટ ઇન છે. કોઈપણ યૂઝર કીબોર્ડમાં આપવામાં આવેલ નવા માઈક આઈકોન (માઈક નિશાન) પર ક્લિક કરીને બોલીને મેસેજ મોકલી શકે છે. Dictation ફીચરનો ઉપયોગ કરવા માટે યૂઝરે સૌથી પહેલા વોટ્સએપ ઓપન કરવાનું રહેશે. ત્યાર બાદ એ કોન્ટેક્ટ પર ક્લિક કરવાનું રહેશે, જેને મેસેજ મોકલવાનો છે.
4/4
કોન્ટેક્ટ પર ક્લિક કર્યા બાદ વોટ્સએપ યૂઝરને કાળા કરનું માઈક કીબોર્ડ ઉપર જોવા મળસે. જ્યારે આઈઓએસ માટે આ માઈક ઓપ્શન નીચે તરફ હશે. મેસેજ મોકલવા માટે માઈક પર ક્લિક કરો અને જે મેસેજ મોકલવો છે તે બોલો. જેવા જ તમે તમારી ભાષામાં મેસેજ બોલશો, તે આપો આપ ટાઈપ થતું જશે. હવે તમે સેન્ડવાળા બટન પર ક્લિક કરીને મોકલી દો.