નવી દિલ્હીઃ ટૂંકમાં જ 7 કેમેરાવાળો સ્માર્ટફોન બજારમાં આવી રહ્યો છે. આ ફોન આ મહિને લોન્ચ થઈ શકે છે. ફોનનું નામ Nokia 9 PureView છે. અત્યાર સુધી આવેલ અનેક વીડિયો અને ઇમેજમાં Nokia 9 PureView ના ફીચર્સ સામે આવી ચૂક્યા છે.
3/5
અહેવાલ મળી રહ્યા છે કે નોકિયાનો આ સ્માર્ટફોન ક્વોલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસરની સાથે આવી શકે છે. જો કે, અમુક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કસ્ટમર્સને આકર્ષિત કરવા માટે HMD ગ્લોબલ નેક્સ્ટ જનરેશન સ્નેપડ્રેગન 855 SoC પ્રોસેસરનો પણ ઉપયોગ કરી શકે છે. જો કિંમતની વાત કરીએ તો તેની કિંમત 4, 799 યુઆન (લગભગ 50,600 રૂપિયા) હોઇ શકે છે.
4/5
આ સ્માર્ટફોનમાં કેમેરાની સંખ્યા તેનું મહત્વપૂર્ણ સેલિંગ પોઇન્ટ હોઇ શકે છે. અત્યાર સુધી સામે આવેલા લીક રિપોર્ટસ પ્રમાણે, આ સ્માર્ટફોનના બેકમાં બે કેમેરા 12-12 મેગાપિક્સલના હશે. જ્યારે, 2 કેમેરા 16-16 મેગાપિક્સલના હશે, જ્યારે પાંચમો કેમેરો 8 મેગાપિક્સલનો હશે. Nokia 9 PureViewના પાછળ આપવામાં આવેલા સેટઅપમાં LED ફ્લેશ અને IR સેન્સર અને લેજર ઓટોફોક્સ પણ હોઇ શકે છે.
5/5
કહેવાય છે કે, ફોનમાં સારો પોટ્રેટ મોડ અને દમદાર Bothie પરફોર્મન્સ હોઇ શકે છે. જો કે, ફેસ રેકગ્નિશન ફીચરને લઇને અત્યાર સુધી કોઇ વાત સામે આવી નથી. લીક રિપોર્ટ્સના મતે, Nokia 9 PureViewમાં 6 ઇંચની ડિસ્પ્લે હશે. આ સ્માર્ટફોન 8GB રેમ અને 256GB સ્ટોરેજ ઓપ્શનની સાથે આવી શકે છે.