શોધખોળ કરો
Xiaomi એ ભારતમાં લોન્ચ કર્યા 2 નવા સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

1/4

રેડમી 6માં પણ 18:9ના આસ્પેક્ટ રેશિયોવાળી 5.45 ઈંચની એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 3000mAhની બેટરી આપવામાં આવી છે. કંપનીએ રેડમી 6માં મોટો ફેરફાર કરતાં ડુઅલ કેમેરા સેટઅપ આપ્યું છે. સ્માર્ટફોનમાં રિયર પેનલમાં 12 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલના 2 સેન્સર આપવામાં આવ્યા છે. 3GB રેમ 32GB સ્ટોરેજ ધરાવતાં વેરિયન્ટની કિંમત 7,999 રૂપિયા અને 3GB રેમ તથા 64GB સ્ટોરેજ ધરાવતાં મોડલની કિંમત 9,499 રૂપિયા છે.
2/4

આ મોડલમાં રિયલ કેમરામાં 13 મેગાપિક્સલના સિંગસ સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રિયલ કેમેરામાં ફેસ ડિટેક્શન ઓટો ફોક્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સેલ્ફી લેવા માટે 5 મેગા પિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. 2GB રેમ અને 16GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 5,999 રૂપિયા અને 3GB રેમ તથા 32GB સ્ટોરેજની કિંમત રૂપિયા 6,999 છે.
3/4

રેડમી 6Aમાં 18:9ના આસ્પેક્ટ રેશિયોવાળી 5.45 ઈંચની એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. શાઓમીએ આ સ્માર્ટફોનમાં ક્વાલકોમ પ્રોસેસર આપવાના બદલે મીડિયા ટેકની હીલિયો P22 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જે જૂના પ્રોસેસરની તુલનામાં 39 ટકા વધારે ચાલશે અને 48 ટકા બેટરીની બચત કરશે.
4/4

નવી દિલ્હીઃ ચાઈનીઝ મોબાઇલ મેકર શાઓમીએ આજે રેડમી 6 સીરિઝના નવા બે સ્માર્ટફોન Redmi 6 અને Redmi 6A ભારતમાં લોન્ચ કર્યા છે. આ બંને સ્માર્ટફોનને રેડમી 5A અને રેડમી 5નાં અપગ્રેડ તરીકે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે.
Published at : 05 Sep 2018 02:45 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
