અનિલના મોટા ભાઈ રાજેશભાઈ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં અનિલના ગુમ થયાની જાણવાજોગ નોંધાવી છે.પરિવારજનોને બે પાનાનો અનિલની સહી સાથેનો લેટર મળી આવ્યો છે. આ લેટરમાં આઈબીના ઉચ્ચ અધિકારીઓ અને કેટલાક કર્મચારીઓ સામે સ્ફોટક આક્ષેપો કરાયા છે.
2/5
'આશા હું દુખી હૃદયે તને આ લેટર લખું છું. તું જાણે જ છે, આ લોકો મારી પાછળ પડી ગયા છે. જ્યારથી હું અહીં બદલીથી ગાંધીનગર આવ્યો ત્યારથી આ લોકો મને માનસિક હેરાન કરે છે. મારો વાંક શું ? મેં એવો શું ગુનો કર્યો છે તેથી આવી સજા મને મળે છે. જ્યારથી મને ડિસમિસ કરવાની નોટિસ આપી છે ત્યારથી મારી મનોસ્થિતિ ઠીક નથી. મને મનમાં ઘણા ડરો સતાવે છે. હું શું કરીશ મારી નોકરી નહીં રહે છો.
3/5
હું સાવ અંદરથી ભાંગી ગયો છું. મારું કોઈ સાંભળનાર નથી. હું કોની પાસે ન્યાય મેળવવા જાઉં. બધાની નજરોમાં હું એક આતંકવાદી હોઉં એવું વર્તન મારી સાથે કરે છે. આ બધાની પાછળ મારા અધિકારીઓ છે. પહેલાં હરિકૃષ્ણ પટેલ સાહેબ મારી પાછળ પડી ગયા હતા.
4/5
ડીવાયએસપી જુલી કોઠિયાના કહેવાથી મને ચોર સમજી મારી પાછળ પડી ગયા હતા. હરિકૃષ્ણ પટેલ સાહેબે મારા ઉપર ખોટા આરોપો મૂકી ખોટી ખોટી અરજીઓ કરાવી મને ફીટ કરવા માટે ખોટી રીતે તેની સત્તાનો દુરુપયોગ કરી મને હેરાન કર્યો અને એસીઆરમાં પણ ખોટી રીતે મને ખરાબ ચિતરવાની કોશિશ કરે છે. ત્યારબાદ સવાણી સાહેબે તો મને હેરાન કરવામાં કંઈ બાકી નથી રાખ્યું.
5/5
ગાંધીનગર : આઈબીના પીએસઆઈ અનિલ પરમાર રહસ્યમય રીતે ગૂમ થઈ જતાં પોલીસબેડામાં ભારે ચર્ચા જાગી છે. પીએસઆઇનો તેની પત્નીને સંબોધીને લખેલો એક લેટર પણ સામે આવ્યો છે, જેમાં તેણે ઉપરી અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પીએસઆઇ રાંદેસણની શુકન હાઇટ્સ સોસાયટીમાં રહે છે. મંગળવારે સવારે 10.30 વાગ્યે નોકરી પર જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગયા હતા.