શોધખોળ કરો
હોમગાંધીનગર‘પાટીદારોને સીધા કરી દઈશું, OBCને દારૂ, ચવાણું અને રૂપિયા આપીને ચપટીમાં ખરીદી લઈશું’ કોણે કહ્યું આ નિવેદન?
‘પાટીદારોને સીધા કરી દઈશું, OBCને દારૂ, ચવાણું અને રૂપિયા આપીને ચપટીમાં ખરીદી લઈશું’ કોણે કહ્યું આ નિવેદન?
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 01 Mar 2017 01:41 PM (IST)
1/10

વાઘાણીએ તેનો જવાબ આપતાં કહ્યું હતું કે, પાટીદારોને અમે અમારી રીતે સીધા કરી દઈશું જ્યારે બક્ષી પંચ (OBC) દલિત (SC) અને આદિજાતિ (ST) વિગેરેને તો દારૂ, ચવાણું અને રૂપિયા આપીને ચપટીમાં ખરીદી લઈશું. ચાવડાના આ ઉચ્ચારણો સાથે જ જોરદાર હોહા થઈ ગઈ હતી.
2/10

વાઘાણીએ કહ્યું હતું કે, દુનિયાની સૌથી મોટી પાર્ટીનો સભ્ય છું અને સંઘના સંસ્કાર અમારામાં છે. અમે દરેક વ્યક્તિમાં માણસ જ જોઈએ છીએ અને સત્તા માટે કોઈ જ્ઞાતિને ઉશ્કેરવી અમારૂં કામ નથી. ભૂતકાળમા તમે આવા ધંધા કર્યા હશે અને અત્યારે જે વેદના બતાવો છો તે સતંતા નહીં હોવાની વેદના છે.
3/10

તેમણે કહ્યું હતું કે, તમારા પ્રમુખે કહેલા શબ્દો જ કહું છું. સમાજોને ખરીદી લેવાની વાત કરે છે પરંતુ તે વેચાય તેવો નથી અને હું જે બોલ્યો છું તે માટે પુરાવા આપવા પણ તૈયાર છું. દીત વાઘાણીએ આ મુદ્દે એવું કહ્યું હતું કે આ ત ખોટી છે અને વાત સાબિત થાય તો હું જાહેર જીવન છોડવા તૈયાર છું.
4/10

આટલું બોલાતાં જ ભાજપના સભ્યોએએ ઉભા થઈને તેમના પ્રમુખ સામેના આક્ષેપોનો ઉગ્ર વિરોધ શરૂ કરી દીધો હતો. તેની સામે કોંગ્રેસના સભ્યો પણ ઉભા થઈ ગયા હતા. બન્ને બાજુ વાતાવરણ ઉગ્ર બની ગયું હતું. આ સમયે જીતુ વાઘાણી ગૃહમાં હાજર ન હતા. અમિત ચાવડાએ આટલા શોરબકોર વચ્ચે પણ પ્રવચન ચાલુ રાખ્યું હતું.
5/10

જીતુ વાઘાણી બાકરોલમાં આવ્યા વિવિધ જ્ઞાતિના આંદોલન અંગે પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, પાટીદારને અમે અમારી રીતે સીધા કરી દઈશું આવો ભાજપનો ચાલ ચરિત્ર અને ચહેરો છે. અન્ય સમાજો બક્ષી પંચ, દલિત, આદિજાતિ વિગેરેને દારૂ, ચવાણું અને રૂપિયા આપી ચપટીમાં ખરીદી લઈશું તેમ પણ કહ્યું હતું.
6/10

તેમણે ઉમેર્યું કે, ફિક્સ પગાર આપી યુવાનોનું શોષણ થઈ રહ્યું છે, ભ્રષ્ટાચાર, અત્યાચાર ખોટો પ્રચાર અને દેવાદાર એમ ચાર સ્તંભ પ્રગતિના બદલે અધોગતિ તરફ લઈ જઈ રહ્યા છે. સરમુખત્યારશાહીમાં માનતી સરકાર આ કરી રહી છે.
7/10

રાજ્યપાલના સંબોધન પર ચર્ચામાં ભાગ લેતા અમિત ચાવડાનાં વિધાનોએ ગૃહમાં ગરમાગરમી લાવી દીધી હતી. ચાવડાએ કહ્યું હતું કે, પાટીદાર આંદોલનની વાત કરે તેની લાઠી અને ગોળી મળે છે, દલિતોને જાહેરમાં માર મારવામાં આવે છે. ઓબીસી મંચને જનતા રેડ કરવી પડે છે.
8/10

ભાજપના બધા સભ્યો ઉભા થઈ ગયા હતા અને આ વાતને બિનપાયાદાર ગણાવીને ઉગ્ર વિરોધ કર્યો હતો. ભાજપ-કોંગ્રેસના સભ્યો ઉહાપોહ કરતા સામસામે આવી જતાં ગૃહમાં વાતાવરણ વધુ બગડે તે પૂર્વે અધ્યક્ષ દ્વારા 15 મિનિટ માટે મોકૂફ રાખવાની ફરજ પડી હતી.
9/10

અમિત ચાવડાએ કહ્યું હતું કે, થોડા સમય પહેલાં જીતુ વાઘાણી અમારા વિસ્તારમાં બાકરોલમાં આવ્યા ત્યારે તેમને મીડિયા દ્વારા જ્યારે પૂછવામાં આવ્યું કે, ગુજરાતમાં ભાજપ સામે પાટીદારો, દલિતો, ઓબીસી સમાજના લોકો વિગેરે આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે શું કરશો ?
10/10

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં મંગળવારે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી પર પાટીદાર વિરોધી વાદાસ્પદ નિવેદન કરવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. આ આક્ષેપના કારણે શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલી ગૃહની કાર્યવાહીમાં એકાએક ભડકો થયો હતો.
Published at : 01 Mar 2017 12:39 PM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
ગાંધીનગર
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
ગાંધીનગર
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
ગાંધીનગર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
ગાંધીનગર
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
ટ્રેન્ડિંગ સમાચાર





















