નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં એક સમાન વિકાસ પરવાનગી પ્રક્રિયાના નિયમો લાગુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. જેના કારણે સમાન પરફોર્મન્સ રેગ્યુલેશન દ્વારા વહીવટી અને વિકાસ કામગીરીમાં એકસૂત્રતા આવશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, 125 ચો.મી. સુધીના વ્યક્તિગત મકાનના બાંધકામ માટે હવે રાજ્યના નાગરિકોને નગરપાલિકા કે મહાનગરપાલિકા પાસેથી બાંધકામની મંજૂરી લેવામાંથી મુક્તિ પણ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
2/5
ગાંધીનગરઃ રાજ્યની ભાજપ સરકારે પોતાની માલિકીના પ્લોટ પર ઘરનું ઘર બાંધવાનું સપનું જોતાં લોકો માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હુતં કે, હવેથી રાજ્યના મહાનગરપાલિકા અને નગરપાલિકાના નાગરિકોને 125 ચોરસ મીટર સુધી બાંધકામ માટે મંજૂરી નહીં લેવી પડે.
3/5
હવે આ સમાન પ્રક્રિયાના નિયમો ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળની બાકી 110 નગરપાલિકાઓને પણ લાગુ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. હવે ટાઉન પ્લાનિંગ એક્ટનો અમલ ધરાવતી બધી જ મહાનગરપાલિકા, તેને સંલગ્ન સત્તામંડળો તથા નગરપાલિકાઓમાં સમાન અરજી ફોર્મ, બાંધકામની તમામ વ્યાખ્યાઓ, એન્જીનિયર-આર્કિટેક્ટ માટેના સમાન લાયસન્સ ફોર્મ, પ્લાન રજૂ કરવાનું સમાન ફોર્મેટ વગેરે લાગું કરવામાં આવ્યા છે.
4/5
નીતિન પટેલે ઉમેર્યું હતું કે, રાજ્યમાં મહાનગરપાલિકાઓ, તેને સંલગ્ન શહેરી વિકાસ સત્તામંડળો તથા નગરપાલિકાઓમાં બાંધકામની મંજૂરી માટે દરેક સત્તામંડળોને પોતાના અલગ અલગ વિકાસ નિયંત્રણ નિયમો અમલમાં છે. જેમાં એકસૂત્રતા લાવવા રાજ્ય સરકારે 8 મહાનગરપાલિકા અને વર્ગ-1ની 14 નગરપાલિકા તથા તેને સંલગ્ન સત્તામંડળોને એકસરખા સમાન વિકાસ પરવાનગી પ્રક્રિયાના નિયમો લાગુ કરવામાં આવ્યા હતા.
5/5
તેમણે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની તમામ શહેરી સંસ્થાઓના સમાન પરફોર્મન્સ રેગ્યુલેશન લાગુ કરવામાં આવ્યા છે. જે મુજબ રાજ્યમાં પર્યાવરણને લગતાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ, ગ્રેવોટર રીસાઇકલિંગ, અગ્નિશનમન, કાચનો વપરારશ, લિફ્ટ, ઘન કચરાનું વ્યવસ્થાપન વગેરે જોગવાઇઓ સમાન કરી એકસૂત્રતા લાવવામાં આવી છે. જેનાથી નાગરિકોને હવે ઝડપથી સુવિધાઓ મળશે.