શોધખોળ કરવામાં આવતા નજીકમાંથી બાળકનો હાથ-પગ વગરનો મૃતદેહ મળી આવ્યો હતો. શરીરના બાકીના ભાગો દીપડો ખાઈ ગયો હતો. આ અંગે પરિવાર તરફથી વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જે બાદમાં વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે બગદાણાના માલપરા ખાતે રહેતો પરિવાર ગાયો ચરાવવાનું કામ કરે છે અને નેસડામાં જ રહે છે.
2/3
આ અંગે મળતી માહિતી પ્રમાણે, વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ પરિવારને પોતાનું બાળક ગુમ થયું હોવાની માહિતી મળી હતી. બાળકના પિતાએ જણાવ્યું હતું કે, સવારે ચાર વાગ્યાની આસપાસ તેના ફળિયામાં બાંધેલી ગાયો અચાનક ભડકી હતી. આ અંગે તપાસ કરવા જતાં તેનો પુત્ર ગુમ હોવાની માહિતી મળી હતી.
3/3
મહુવા: ભાવનગર જિલ્લાના બગદાણાના માલપર ખાતે એક દીપડાએ બાળકનો શિકાર કર્યાંની ઘટના સામે આવી છે. તાજેતરમાં ભાવનગર જિલ્લામાં આવા બે-ચાર બનાવો સામે આવ્યા છે. આ કેસમાં નેસડામાં ઊંઘી રહેલા બાળકને દીપડો ઉઠાવી ગયો હતો અને તેને ખાઈ ગયો હતો.