બલાણા ગામમાં રહેતી મંજુલાબેન લાખાભાઇ બાંભણીયા (ઉ.9), દીપીકા મોહનભાઇ પરમાર (ઉ.12) અને નાનીબેન મોહનભાઇ પરમાર (ઉ.9) ન્હાવા માટે ગામના જ તળાવમાં પડી હતી. પરંતુ તળાવમાં ડૂબી જતા સ્થાનિક તરવૈયાઓ અને લોકો દોડી આવ્યા હતા. તરવૈયાઓએ ત્રણેય બાળકીઓના મૃતદેહને બહાર કાઢ્યા હતા. ઘટનાને પગલે મામલતદાર પણ દોડી આવ્યા હતા. મૃતકમાં દીપીકા અને નાનીબેન સગી બે બહેનો હતી.
2/3
જે બાદ ત્રણેય બાળકીઓને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ગામમાં ત્રણ બાળકીઓના એક સાથે મોતથી માતમ છવાઈ ગયું છે.
3/3
અમરેલીઃ જાફરાબાદના બલાણા ગામમાં આજે બપોરે 3 બાળકીઓ ન્હાવા પડી હતી. જેમના ડૂબી જવાથી મોત થયા હતા. ત્રણેય બાળકીઓને તરવૈયાની મદદથી બહાર કાઢવામાં આવી હતી.