જોકે 571 એથ્લિટોમાંથી ગુજરાતના માત્ર 5 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જ્યારે બીજી બાજુ જોઇએ તો 10 કરોડની વસતી ધરાવતા બિહારમાંથી એક ઍથ્લીટએ જ ભાગ લીધો છે. ઈન્ડિયન ઓલપિંક એસોસિયેશન દ્વારા પહેલાં 572 ઍથ્લીટઓના નામની એન્ટ્રી મોકલવામાં આવી હતી પરંતુ વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ બેક પઈનના કારણે ગેમ્સમાંથી 10 દિવસ પહેલાં તેનું નામ પરત લઈ લીધું છે. ગયા વર્ષે એશિયન ગેમ્સમાં ભારતે 541 ઍથ્લીટઓ મોકલ્યા હતા.
2/6
નવી દિલ્હીઃ જકાર્તા અને પાલેમબેંગની એશિયન ગેમ્સ 18 ઓગસ્ટથી 2જી ઓગસ્ટ સુધી રમાશે, આમાં ભાગ લેવા ભારત 571 ઍથ્લીટને મોકલશે. તેમાં હરિયાણા, પંજાબ, યુપી, દિલ્હી અને મણીપુરમાંથી 48% એટલે કે 276 ઍથ્લીટઓ સામેલ છે.
3/6
4/6
એક બાજું જ્યાં પાંચ રાજ્યના ભારતીય દળનો હિસ્સો 48 ટકા થાય છે ત્યાં દેશના 4 રાજ્ય અને 3 કેન્દ્ર શાસિત રાજ્યો એવા છે જેમાંથી કોઈ પણ ઍથ્લીટ એશિયન ગેમ્સમાં ભાગ નથી લઈ રહ્યા. તેમાં સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને મેઘાલય છે. કેન્દ્ર શાસિત રાજ્યોમાં લક્ષદ્વીપ, દાદર નગર હવેલી અને દીવ-દમણમાંથી પણ કોઈ ઍથ્લીટઓ એશિયન ગેમ્સમાં ભાગ નથી લઈ રહ્યા.
5/6
વસ્તીની દ્રષ્ટીએ જોવા જઈએ તો મણીપુર નંબર એક પર છે. આ રાજ્યની વસ્તી માત્ર 30 લાખ છે. જ્યારે એશિયન ગેમ્સમાં આ રાજ્યમાંથી 43 ઍથ્લીટઓ ભાગ લઈ રહ્યા છે. આમ, એવરેજ 70 હજારે એક ઍથ્લીટ એશિયન ગેમ્સમાંથી ભાગ લઈ રહ્યો છે. જ્યારે હરિયાણામાં 3 લાખ, પંજાબમાં 4 લાખ, ઉત્તર પ્રદેશમાં 40 લાખ અને દિલ્હીની 4 લાખની વસ્તીએ સરેરાશ એક ઍથ્લીટ એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહ્યા છે.
6/6
હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને મણીપુરની વસતી અંદાજે 57.59 કરોડ છે. જ્યારે દેશની વસતી 1.3 અબજની આસપાસ છે. તેના પહેલાં એપ્રિલમાં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં થયેલા કોમનવેલ્થ ગેમ્સમાં પણ હરિયાણાના સૌથી વધુ 33 ઍથ્લીટઓ મોકલવામાં આવ્યા હતા.