પરંતુ જો ઓડિયો ક્લીપને સાચી માનવામા આવે તો સાંસદના પુત્ર પીયુષે કમલેશ નામના કોન્ટ્રાક્ટરના ટાંટીયા ભાંગી નાખવા અને તોડફોડ કરવા કામ આપ્યાનું સ્પષ્ટ થાય છે.
2/5
બીજીબાજુ સાંસદ કાછડિયાએ જણાવ્યું હતું કે, મારો પુત્ર ક્યાંય સામેલ નથી. ચૂંટણી નજીક આવી રહી છે એટલે આવું તો આવવાનું જ.
3/5
કથિત રીતે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના પુત્ર પીયુષ સાથેની વાતચીત હોવાનું કહેવાય છે. જોકે પોલીસે હજુ સુધી રેકર્ડ પર ક્યાંય સાંસદના પુત્રનું નામ લીધું નથી.
4/5
અમરેલી: પીપાવાવ નજીક ચારેક માસ પહેલાં નેશનલ હાઇવેના કામના એક કોન્ટ્રાક્ટરને ત્યાં ત્રણ શખ્સોએ હુમલો કરી તોડફોડ કર્યાં હતો. આ કેસમાં પોલીસે મુખ્ય સુત્રધારને પકડી લીધો હતો. પોલીસ મુખ્ય સુત્રધારની પૂછપરછ કરતાં એક ઓડિયો ક્લિપ કબ્જે કરી હતી.
5/5
બે માસ પહેલા જ જિલ્લા પોલીસવડા નિર્લિપ્ત રાયે આવી ક્લીપ મળ્યાંનુ સમર્થન આપ્યું હતું અને સોમવારે ફરી તેમણે કહ્યું હતું કે, હા અમને ક્લિપ મળી છે. તપાસ ચાલુ છે.