તૃપ્તિના મમ્મી શાકભાજી લઈને ઘરે આવ્યા પછી તેમણે સૌથી પહેલા દ્રશ્ય જોયું હતું. તેમણે રાડારાડ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આ અંગે ભરુચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, તૃપ્તિના બે વખત લગ્ન થયાં હતાં. પહેલા લગ્ન 6 મહિનાના ટૂંકાગાળામાં તૂટી ગયા હતા. આ પછી બીજા લગ્ન કર્યાના દોઢ વર્ષમાં જ તૃપ્તિ અને તેના પતિ મેહૂલ વચ્ચે મતભેદ સર્જાતાં તૃપ્તી 1 વર્ષની પુત્રી હિરને લઇને પિયરમાં રહેતી હતી. જોકે, તૃપ્તિએ પુત્રીની હત્યા કેમ કરી તે અંગે વિગતો બહાર નહીં આવતાં તર્ક-વિતર્ક સર્જાયા છે.
2/4
ભરૂચ: ઝાડેશ્વર રોડ પર રહેતા એક ઉદ્યોગતપતિની પુત્રીએ પોતાની દીકરીની હત્યા કર્યા પછી પોતે પણ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. સ્વપ્ન સૃષ્ટી એપાર્ટમાં રહેતા ઉદ્યોગપતિની દીકરી પિયરમાં હતી, ત્યારે તેણે પોતાની માસૂમ દીકરીની ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી અને પછી પોતે પણ આપઘાત કરી લીધો હતો. આ ઘટના પ્રકાશમાં આવતાં સમગ્ર વિસ્તારમાં ચકાચાર મચી ગઈ છે. પરિણીતાના આ બીજા લગ્ન હતા અને પતિ સાથે મતભેદ સર્જાયા પછી પરિણીતા પોતાના પિયર આવી ગઈ હતી.
3/4
આ અંગેની વિગત એવી છે કે, પાલેજ ખાતે ગુજરાત એગ્રો એનર્જી નામની ફેક્ટરી ધરાવતાં નીતિન ઘેટીયાની પુત્રી તૃપ્તિના પતિ સાથે મનભેદ થયા પછી છેલ્લા છએક મહિનાથી પિયરમાં જ રહેતી હતી. દરમિયાન ગઈ કાલે શુક્રવારે નીતિનભાઈના પત્ની શાકભાજી લેવા માટે ગયા હતા. આ સમયે ઘરે કોઈ ન હોવાનો લાભ લઈને તૃપ્તિએ પહેલા તો ઘોડિયામાં સૂતેલી પુત્રી હિરનની હત્યા કરી નાંખી હતી અને આ પછી બેડરૂમમાં પંખા સાથે લટકીને ગળેફાંસો ખાઈ લીધો હતો.
4/4
પોલીસ આ આત્મહત્યા પ્રકરણમાં ઝીણવટ પૂર્વક તપાસ કરી રહી છે. જોકે, બનાવની જગ્યાએથી કોઈ સૂસાઇડ નોટ કે અન્ય કોઈ દસ્તાવેજ મળ્યા નથી. તૃપ્તિના પરિવારજનોએ દીકરીના આપઘાત માટે તેના પતિને જવાબદાર ગણાવ્યો છે. તૃપ્તિના બીજા લગ્ન મુળ સુમેડિયાના અને હાલ સુરત ખાતે રહેતાં મેહૂલ પ્રવિણ માંકડિયા સાથે થયાં હતાં. જોકે 6 - 7 મહિના પહેલાં પારિવારીક ઝઘડામાં તૃપ્તિ પિયરે આવીને રહેવા લાગી હતી.