શોધખોળ કરો
ભાવનગરઃ 16 દિવસના બાળકની હત્યામાં થયો ચોંકવનારો ખુલાસો, હત્યારાનું નામ જાણી વરસાવશો ફિટકાર
1/4

ભાવનગરઃ ગઈ કાલે શહેરના કુંભારવાડામાં 16 વર્ષના બાળકના અપહરણ અને હત્યાના સમાચારને કારણે ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. બાવા બાળકનું અપહરણ કરી ગયાની વાત ફેલાતાં ઘટનાસ્થળે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ પછી બાળકની લાશ ઘરની જ ટાંકીમાંથી મળી આવી હતી, ત્યારે આ હત્યા પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
2/4

આ અંગેની વિગતો એવી છે કે, કુંભારવાડા વિસ્તારમાં સર્કલ નજીક આવેલ કબ્રસ્તાનની સામેનાં મારુતીનગરમાં રહેતા અનિલભાઇ દિનેશભાઇ પરમારના ઘરે ગઈ કાલે સવારે 9-30 વાગ્યે ત્રણ બાવા 16 દિવસના બાળકનું અપહરણ કરી ગયાની વાત ફેલાતા હડકંપ મચી ગયો હતો. પોલીસે થોડીવારમાં જ બાવાઓને પકડી લીધા હતા. તેમજ તપાસ હાથ ધરી હતી.
3/4

બાળક ગુમ થયું ત્યારે માતા તબીબોની સૂચના પ્રમાણે આરામ પર હતા. તેમે સિઝેરિયન હોવાથી ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી હતી. બાવા ભીક્ષામાંગીને ગયા પછી લીલાબેને પારણામાં સૂતેલા ભત્રીજાને ટાંકીમાં નાંખી દીધો હતો. આ પછી તેમણે ભત્રીજાને બાવા ઉઠાવી ગયા હોવાની વાત ફેલાવી હતી.
4/4

દરમિયાન 16 દિવસના બાળકની લાશ ઘરની જ ટાંકીમાંથી મળી આવી હતી. જોકે, બાવાઓએ હત્યા કે અપહરણ કર્યાનો ઇનકાર કર્યો હતો. બીજી તરફ પોલીસે પણ ઝીણવટથી તપાસ કરતાં માતાની જેઠાણીએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. છેલ્લા થોડા દિવસથી બંને વચ્ચે ઝઘડા થઈ રહ્યા હતા. આ કંકાસમાં જેઠાણી લીલાબેને ભત્રીજાની હત્યા કરીને લાશ પાણીના ટાંકામાં ફેંકી દીધી હતી.
Published at : 10 Aug 2018 11:41 AM (IST)
Tags :
Bhavnagar PoliceView More
Advertisement




















