મોરબી નગરપાલિકામાં કોંગ્રેસના બાગી સદસ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ ખાલી પડેલી છ બેઠકો પર પેટા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ ગુરુવારે મત ગણતરી રાખવામાં આવી હતી. જેમાં તમામ બેઠકો પર ભાજપે ભગવો લહેરાવી કોંગ્રેસનો સફાયો કર્યો છે. મોરબી પાલિકાની પેટા ચૂંટણીની મત ગણતરી થતાં ભાજપ તરફથી વોર્ડ નં. 1માં પ્રભુભાઇ ભૂત અને સંગીતાબેન હરેશભાઇ બુચ વિજેતા બન્યા હતા તો વોર્ડ નં.3માં ભાજપના પ્રવિણાબેન ત્રિવેદીનો વિજય થયો હતો. વોર્ડ નં. 6ની ત્રણ બેઠકોમાં પણ ભાજપનાં હનીફભાઇ મોવર, સુરભીબેન ભોજાણી, મીનાબેન હડીયલનો વિજય થયો હતો.
2/6
તાલાલા નગપાલિકાની વોર્ડ નં. 6ની ખાલી પડેલી બેઠકની યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો જવલંત વિજય થતાં પોતાની સીટ જાળવી રાખી છે. આ બેઠક ઉપર મંગળવારે યોજાયેલા મતદાનમાં કુલ 1879 મતદારોએ 61 ટકા મતદાન કર્યું હતું. જેની મામલતદાર કચેરીમાં થયેલી મત ગણતરીમાં કોંગ્રેસનાં ઉમેદવાર રજાકભાઇ બ્લોચને 1149 મત મળ્યા હતા.
3/6
કેશોદ ન.પા.ના વોર્ડ નં. 9ના એક સભ્ય સસ્પેન્ડ થતાં બે દિવસ પહેલા પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં 41.30 ટકા મતદાન થયું હતું. જેની મત ગણતરી યોજવામાં આવી હતી. જેમાં કુલ 2151 મતમાંથી કોંગ્રેસના ઉમેદવાર રાધાબેન સોંદરવાને 1232 મત મળ્યા હતા અને વિજય થયો હતો. આમ ભાજપ પાસેથી કોંગ્રેસે આ બેઠક છીનવી લીધી હતી.
4/6
ઉના નગરપાલિકામાં વોર્ડ નં. 2ની એક બેઠકની પેટાચૂંટણીમાં અગાઉ 39.11 ટકા મતદાન થયું હતું. જેની મત ગણતરી પ્રાંત કચેરીના સભા ખંડમાં યોજાઇ હતી. જેમાં અપક્ષ ઉમેદવાર રીયાઝ અલી મહમદ કાસમાણીને 1091 મત મળતા વિજેતા જાહેર થયા હતા. ઉના નગરપાલિકાની કુલ 36 બેઠકોમાં 34 ભાજપ, 1 કોંગ્રેસ અને 1 અપક્ષનું સંખ્યા બળ રહેશે.
5/6
આમ તમામ છ બેઠકો પર ભાજપે જીત મેળવી કોંગ્રેસનો સફાયો હતો. હાલ પાલિકામાં કુલ 52 પૈકી 25 સભ્યોના સંખ્યાબળ સાથે કોંગ્રેસની બોડી સત્તામાં છે તો ભાજપ પાસે 20 સભ્યો હતા, જે હવે 26 થઈ ગયા છે. પરિણામે ભાજપનાં છ બેઠકો પર વિજયને પગલે સત્તા પરિવર્તનના એંધાણ પણ વર્તાઇ રહ્યા છે.
6/6
સૌરાષ્ટ્રમાં ચાર નગરપાલિકાની નવ બેઠકોની પેટા ચૂંટણી અંતર્ગત ઉત્તેજનાપૂર્ણ માહોલમાં મત ગણતરી યોજાઈ હતી. જેમાં મોરબી પાલિકાની ખાલી પડેલી છ બેઠકો પર ભાજપની જીત થતાં કોંગ્રેસનું શાસન જોખમમાં આવી ગયું છે. બીજી તરફ ઉના પાલિકામાં ભાજપની ગેરહાજરી વચ્ચે કોંગ્રેસને હરાવી અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યો હતો. કેશોદમાં ભાજપે એક બેઠક ગુમાવી હતી તો તાલાલામાં કોંગ્રેસ બેઠક જાળવી રાખી હતી.