આ ઘટનાની જાણ થતા હિંમતનગર નગરપાલિકાની ફાયરની ગાડી, અમદવાદ ફાયર બ્રિગેડ ટીમ, એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અને બાળકને બચાવવાનો રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું હતું પરંતુ તેને બચાવી શકાયો નથી.
2/3
હિંમતનગરઃ હિંમતનગરના ઈલોલ ગામે 200 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગયેલા બાળકનું મોત નીપજ્યું છે. આ બાળકનું નામ રાહુલ છે. દોઢ વર્ષનું આ બાળક સોમવારે રમતા રમતા બોરવેલમાં પડી ગયું હતું. અને પ્રયાસો બાદ પણ બાળકને બચાવી ન શકતા તેના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
3/3
બાળક અંદાજે 50થી 80 ફૂટ ઉંડે બાળક ફસાયો હતો. અને તેને બચાવવા 12 કલાકથી વધુ સમય સુધી રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયું હતું.