તેમજ સૌરાષ્ટ્રનાં અન્ય સંગઠનોને પણ ચાઇનીઝ વસ્તુઓનો પોતે બહિષ્કાર કરે છે તેવો પત્ર લખીને પોતાની સાથે આ બહિષ્કારમાં જોડાવા અપીલ પણ કરી છે. ત્યારે હવે અન્ય કોણ આ બહિષ્કારમાં જોડાય છે. અને આ બહિષ્કારથી ચાઈનાની આંખ ખુલશે કે નહીં તેં તો આવનારો સમય જ બતાવશે.
2/5
ચાઇનીઝ વસ્તુઓનાં બહિષ્કારની શરૂઆત રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા કરવામાં આવી છે. ચેમ્બર ઓફ કોમર્સએ ચાઇનીઝ વસ્તુઓનો વિરોધ કરતો એક પત્ર પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને લખ્યો છે. જેમાં ચાઇનીઝ વસ્તુંઓના ખરીદ વેચાણ અને વપરાશનો બહિષ્કાર કરતા હોવાનું જણાવ્યું છે.
3/5
ગુજરાત ચેમ્બરે આપણા દેશના હિતમાં અંગત વહેપારી સ્વાર્થને ભુલીને ચાઈનીઝ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવાની પહેલ કરવાનું નક્કી કરેલ છે. આ અંગે વધુ ચર્ચા વિચારણા કરી આપના સાથ અને સહકારથી આ પહેલને કઈ રીતે સફળ બનાવી શકાય તે માટેની રુપરેખા તૈયાર કરવા આ મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે. આ અંગે ગુજરાત ચેમ્બરના તમામ સભ્ય એસોસીએશનોને મોકલેલ પત્ર આપીને જાણ સારુ બિડાણ કરેલ છે.
4/5
આપ સૌ હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ઉદ્ભવેલી પરિસ્થિતિથી અવગત છો જ પરંતુ ચીન આપણી સાથે અબજો રૂપિયાનો વેપાર કરતું હોવા છતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના હિત વિરુદ્ધ પાકિસ્તાન સાથેના પક્ષમાં નિર્ણયો લે છે અને ભારત વિરુદ્ધના નિવેદનો આપે છે. વહેપારી કે ઉદ્યોગકાર તરીકે આપણે પણ આપણા દેશના હિત માટે યોગ્ય ફાળો આપવો તે આપણી ફરજ છે.
5/5
અમદાવાદ: હાલમાં દેશભરમાં ચારેબાજુ ચાઇનીઝ વસ્તુઓનાં બહિષ્કાર અંગેની વાતો કરાઈ રાહી છે. ત્યારે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ચાઇનીઝ વસ્તુઓના બહિષ્કાર અંગે એક મિટિંગનું સોમવારે ૧૭મી ઓક્ટોબર ૨૦૧૬ના રોજ સાંજે ચાર કલાકે ગુજરાત ચેમ્બરના શેઠ કસ્તુરભાઈ લાલભાઈ સમિતિ ખંડમાં આયોજન કરવામાં આવ્યું છે.