શોધખોળ કરો
લોકરક્ષક પરીક્ષાનું પેપર લીક કરનાર ચાર વિલનોના ફોટા આવ્યા સામે? જાણો વિગત
1/5

લોકરક્ષક પેપર લીક કૌભાંડમાં રૂપલ શર્માનું પણ નામ બહાર આવ્યું છે. રૂપલ શર્મા ગાંધીનગરમાં શ્રીરામ હોસ્ટેલની રેક્ટર છે. જ્યારે લોકરક્ષક દળની પરીક્ષામાં તે પણ ઉમેદવાર હતી.
2/5

લુણાવાડાના છાપરી મુવાડ ગામનો રહેવાસી યશપાલસિંહ સોલંકી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે. તેણે જ આ પેપર લીક કર્યું હતું. પેપરના જવાબો તે દિલ્હીથી લઈને આવ્યો હતો અને આ પેપર તેણે પાંચ લાખમાં વેચ્યું હોવાનું જાણવા મળ્યું છે. માત્ર એટલું જ નહીં, મનહર પટેલને યશપાલ સિંહે આન્સર કી આપી હતી. પી.વી. પટેલ વાયરલેસ પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે. તે આ પહેલા પોલીસ ભવનમાં નોકરી કરતો હતો અને પોલીસ ભરતી બોર્ડમાં પણ ફરજ નિભાવી ચૂક્યો છે. હાલ તે ડીએસપી ઓફિસમાં કામ કરે છે. જેની પેપર લીક કૌભાંડમાં આજે પોલીસે ધરપકડ કરી હતી.
Published at : 03 Dec 2018 02:25 PM (IST)
View More





















