માનવ અધિકારના રક્ષણના મામલે આયોગના ચેરમેન સમક્ષ કૉંગ્રેસના પ્રતિનિધિ મંડળે રજૂઆત કરી હતી. હાર્દિક અને તેમના સમર્થકોના માનવ અધિકારોનું રક્ષણ થવું જોઈએ એવી રજુઆત કરવામાં આવી હતી.
2/3
કૉંગ્રેસના ધારાસભ્યોના પ્રતિનિધિ મંડળે માનવ અધિકાર આયોગમાં રજૂઆત કરી હતી કે હાર્દિકના સમર્થકોને તેને મળતા રોકવામાં આવે છે. સાથે જ તમામ સમાજના લોકો હાર્દિક પટેલને મળવા પહોંચે છે તેમને અટકાવવામાં આવે છે. ગઈકાલે રક્ષાબંધન હોવા છતાં બહેનોને રાખડી બાંધવામાં પણ અટકાવવામાં આવી હતી. આ સાથે જ જીવનજરૂરીયાત વસ્તુઓને પણ અટકાવવામાં આવતી હોવાનો કૉંગ્રેસના ધારાસભ્યોના પ્રતિનિધિ મંડળને આરોપ લગાવ્યો છે.
3/3
અમદાવાદ: કૉંગ્રેસ ના ધારાસભ્યો નું પ્રતિનિધિ મંડળ માનવ અધિકાર આયોગ પોહોંચ્યું હતું. લલિત વસોયા, લલિત કગથરા, ડો આશા પટેલ, હર્ષદ રીબડીયા, ડો કિરીટ પટેલ સહિતના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. હાર્દિક પટેલના ઉપવાસ બાબતે માનવ અધિકાર પંચને રજુઆત કરી હતી. પાટીદાર નેતા હાર્દિક પટેલ ત્રણ દિવસથી અનામત અને ખેડૂતોના દેવા માફી કરવાના મુદ્દે આમરણાંત ઉપવાસ પર છે.