ઉલ્લેખનીય છે કે, ઉના કાંડ બાદ ઉનાલ દલિત અત્યાચાર સમિતિએ સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ મુકી છે. આ પહેલા રેલ રોકો આંદોલન અંગે ઉના દલિત અત્યાર સમિતિએ જણાવ્યું હતું કે, અમારી તમામ માંગણીઓ ન્યાયી અને વ્યાજબી અને બંધારણીય છે તો મહેસુલ કાયદાની જોગવાઇ હેઠળ ગુજરાતની સરકાર ભૂમિવીહીન દલિતોને એક ઇંચ જમીન ફાળવવા તૈયાર નથી તથા ફાળવેલી જમીનનો માંગણી કરી રહ્યા છે તેને સોંપવા તૈયાર નથી. દલિત ઉપર ઉના અને અમરેલીમાં થયેલા ખોટા કેસો પરત લેવા તૈયાર નથી. 50 હજાર દલિતોના બેકલોગ ભરવા તૈયાર નથી એ સંજોગોમાં ભીમ રથને આગળ વધારવા રેલ રોકવી જ પડશે.
2/5
ભાજપ સરકારની મુસીબતમાં વધારો થાય તેવી સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે. અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીની ધરી રચાઈ છે અને બન્નેએ સાથે મળીને રાજ્યની ઓબીસી, દલિત અને આદિવાસી જનતાને ન્યાય મળે તે માટે આંદોલનને સાથે મળીને ચલાવવાનો નિર્ણય લીધો છે. અમદાવાદના વેજલપુર ખાતેની રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની એક સભામાં અલ્પેશ ઠાકોરે હાજરી આપીને જાહેરાત કરી હતી. જ્યારે મેવાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીની 17મી સપ્ટેમ્બરની સભામાં પણ ખુરશીઓ ઊડશે તેવું સપનું આવ્યું છે.
3/5
દલિત નેતા સુબોધ પરમારે અહીં કહ્યું તું કે, અમે દેશના અન્ય ભાગના દલિત નેતાઓને પણ આ દિવસે આવી જ રીતે વિરોધ પ્રદર્શન કરવાનો આગ્રહ કરીએ છીએ. તેમણે કહ્યું કે, આ આંદોલન માત્ર દલિતોના જ મુદ્દા સુધી મર્યાદિતનથી. પરંતુ આદિવાસી, અન્ય પછાત વર્ગ અને ખેડૂતો સાથે સંબંધિત મુદ્દો ઉઠાવવા માગીએ છીએ.
4/5
અગાઉ દલિત અગ્રણી અને ઉનાલ દલિત અત્યાચાર લડત સમિતિના પ્રમુખ જિજ્ઞેશ મેવાણીએ બોલીવૂડના મહાનાયક અને ગુજરાત ખુશ્બુ કીના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચનને ગુજરાત આવવા આગ્રહ કર્યો હતો. મેવાણીએ કહ્યું હતું કે, અમે અમિતાભ બચ્ચનને બદબુ ખુશ્બુ કી જોવા માટે અમારું આમંત્રણ છે. કલોલ ખાતે આયોજિત આગામી સંમેલનમાં ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચનને પણ આમંત્રણ અપાશે તેમ કહીને મોદી માટે ખુશ્બુ ગુજરાત કીની જાહેરાત કરનાર અમિતાભ બચ્ચન હવે બદબુ ગુજરાતકી જુએ તેમ કહીને કટાક્ષ કર્યો હતો. આ તકે તેમણે રાજ્યમાં જે પણ પીડિત અને વંચિત સુમદાયના તમામ લોકોને એક મંચ પર આવવા હાકલ કરી હતી.
5/5
અમદાવાદઃ ઉના દલિત અત્યાચાર લડત સમિતિ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આગામી 1 ઓક્ટોબરના રોજ રાજ્યમાં 1 થી પણ વધારે સ્થળોએ રેલરોકો આંદોલન કરવામાં આવશે. આંદોલનમાં 20થી વધુ જાણીતા કર્મશીલો જોડાશે. આંદોલન ફક્ત દલિતનો માટે નથી પરંતુ ઓબીસી, દલિત, આદિવાસી સમાજને પડતર સરકારી જમીનની ફાળવણી થાય તેની માંગ સાથે તેમજ સરકારની ખેડૂત વિરોધી નીતિની સામે કરવામાં આવશે. ગઈકાલે વેજલપુરની દલિત મુસ્લિમ એકતા સભામાં રેલરોકો આંદોલનની જાહેરાત કરવામાં આવી છે.