યુવતીએ આ કામમાં વેરાવળની સંગીતા બાવાજી અને મીના નામની યુવતી આરોપી યુવકોની મદદ કરતી હોવાનો આરોપ પણ મુક્યો છે. વેરાવળ પોલીસે પીડિતાની ફરીયાદને આધારે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ઘરી છે. ફરિયાદ થતાં જ પાંચેય યુવકો રાતોરાત ફરાર થઈ ગયા છે. યુવતીએ આ આરોપીઓ સામે 19મી મેના રોજ ફરિયાદ કરી હતી.
2/5
છેલ્લા ત્રણ વર્ષથી આ યુવકો યુવતી સાથે અલગ અલગ જગ્યાએ લઈ જઈને વારંવાર બળાત્કાર ગુજારતાં હતા. યુવતીની ફરિયાદ મુજબ વેરાવળના જુનાગઢ રોડ પર આવેલી હોટલ પાર્ક તેમજ સાસણ (ગીર)નજીકના ભોજદે ગીરના એક ફાર્મહાઉસમાં તેના પર બળાત્કાર ગુજારાયો હતો.
3/5
આ યુવકોએ પ્રિયાને કોઈ લાલચ આપીને ફસાવી હતી અને પછી તેના બીભત્સ ફોટા પાડી લીધા હતા. આ ફોટા પાડી લીધા પછી આ યુવકોએ પોત પ્રકાશ્યું હતું અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી સંબંધ બાંધવા મજબૂર કરી હતી.
4/5
આ અંગેની વિગતો એવી છે કે, વેરાવળ પાસેના ગામડામાં રહેતી પ્રિયા(નામ બદલ્યું છે) ત્રણ વર્ષ પહેલા આ યુવતી વેરાવળની સંગીતા બાવાજી અને મીના નામની યુવતીઓ થકી શોએબ અબ્દુલ ગફાર સોરઠિયા, આદિલ પટ્ટણી, સુલેમાન પટ્ટણી, મોહીન ઉર્ફે મોનુ મેમણ સહિત પાંચ યુવકોના સંપર્કમાં આવી હતી.
5/5
વેરાવળઃ જિલ્લાના ગામડાની યુવતીને તેના અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને પાંચ વિધર્મી યુવકો છેલ્લા ત્રણ વર્ષથી બળાત્કાર ગુજારતાં હોવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. યુવકોના ત્રાસથી કંટાળી યુવતીએ ફરિયાદ કરતાં પોલીસે આરોપીઓને પકડવા તપાસ તેજ કરી છે.