નવી દિલ્હીઃ ફિક્સ પગારને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણી પર સૌની નજર રહેશે. છેલ્લા 6 વર્ષથી સુપ્રીમ કોર્ટમાં ચાલતી કાર્યવાહીમાં આજે કોર્ટના ત્રણ જજની બેન્ચ આ કેસની સુનાવણી કરશે.
2/3
સુપ્રીમ કોર્ટ નંબર પાંચમાં જસ્ટીસ એસ.એ. બોબડે, જસ્ટીસ નાગેશ્વર રાવ અને જસ્ટીસ સુભાષ રેડ્ડી એમ ત્રણ ન્યાયમુર્તિઓની ખંડપીઠ સમક્ષ મંગળવારે સવારે 10-30 કલાકે પ્રથમક્રમે ફિક્સ પગાર કેસની સુનાવણી હાથ ધરાય તેમ છે. લાંબા સમય બાદ પ્રથમ વખત પહેલાક્રમે આ કેસ લિસ્ટીંગ થતા ગુજરાત સરકારે સામાન્ય વહિવટ, કાયદા અને નાણા વિભાગના ઓફિસરોને દિલ્હી દોડાવ્યા છે.
3/3
નોંધનીય છે કે, વર્ષ 2012માં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની ફિક્સવેતન નીતિનો છેડ ઉડાડ્યો હતો. સમાન કામ-સમાન વેતનના સિધ્ધાંતે વિતેલા દાયકામાં બાંધ્યા વેતન સરકારી નોકરીમાં આવેલા કર્મચારીઓની તરફેણમાં ચૂકાતો આપ્યો હતો. આ હુકમ સામે ગુજરાત સરકારે સુપ્રીમમાંથી મનાઈ હુકમ મેળવ્યો હતો અને ફેરવિચારણા માટે અપીલ કરી હતી. આમ 6 વર્ષતી સુપ્રિમ કોર્ટમાં ચાલી રહેલી ન્યાયિક કાર્યવાહીમાં ન્યાયમુર્તિઓની બેન્ચ સમક્ષ 26 વાર સુનાવણી થઈ છે.