ગાંધીનગરઃ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગુજરાત બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં પરિણામ 72.99 ટકા નોંધાયું હતું. 98067 વિદ્યાર્થી પાસ થયાં હતા. અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.58 ટકા, ગુજરાતી માધ્યમનું 72.45 ટકા જ્યારે કુલ પરિણામ 72.99 ટકા આવ્યું છે. રાજકોટ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 85.03 ટકા આવ્યું છેરાજ્યભમાંથી 1. લાખ 34 હજાર જેટલા વિદ્યાર્થીઓએ માર્ચમાં પરીક્ષા આપી હતી. અહીં જિલ્લાવાર પરિણામની માહિતી આપવામાં આવી છે.