આ અંગે ઉર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા અધિકારી-કર્મચારીઓને એરિયર્સની ચૂકવણી કરવામાં આવી હતી, તે મુજબ જ જુલાઈ માસથી એકાંતરે ત્રણ હપ્તામાં આ એરીયર્સની રકમ ચૂકવાશે. જેનો પ્રથમ હપ્તો જુલાઈ-2018, બીજો હપ્તો સપ્ટેમ્બર-2018 અને ત્રીજો હપ્તો નવેમ્બર-2018માં એમ ત્રણ સરખા હપ્તામાં એરિયર્સની રકમ ચૂકવાશે.
2/3
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ના કર્મચારીઓને 1 ઓગષ્ટ 2017થી સાતમાં પગાર પંચ મુજબ પગાર ચૂકવવામાં આવી રહ્યો છે. પરંતુ 1 જાન્યુઆરી 2016થી 31 જુલાઈ 2017 એટલે કે કુલ 19 માસના પગારના એરીયર્સની રકમ ચૂકવવામાં આવશે. સાતમા પગાર પંચનો લાભ 48000થી વધારે અધિકારી-કર્મચારીઓને લાભ મળશે. આ એરિયર્સને કારણે વીજ કંપનીઓ 521 કરોડ રૂપિયાનું ભારણ વધશે.
3/3
અમદાવાદઃ ગુજરાતના વીજ કર્મચારીઓને રાજ્ય સરકારે ખુશ ખબર આપ્યા છે. ઉર્જાપ્રધાન સૌ પટેલે વીજ કરમચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવાની જાહેરાત કરી છે. આ કર્મચારીઓને 19 મહિનાનું એરિયર્સ 3 મહિનામાં હપ્તેથી ચૂકવવામાં આવશે.