શોધખોળ કરો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, દુકાનો 24 કલાક ખુલ્લી રાખી શકાશે
1/4

આ કાયદાને અને રોજગાર મંત્રાલય દ્વારા મંજૂરી પણ આપી દેવાઈ છે. દુકાનદારોએ હવેથી ઓવર ટાઈમ કરનારા લોકોને ડબલ વળતર આપવું પડશે. જોકે, મહિલાઓને રાત્રિના સમયે નોકરી પર રાખી શકાશે નહીં. મહિલાઓને સવારે 6 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી કામ પર રાખી શકશે.
2/4

આ જ રીતે જે જગ્યાએ સૌથી વધારે કર્મચારીઓ કામ કરતાં હશે તેવા સ્થળોએ કેન્ટીનની વ્યવસ્થા પણ ઊભી કરવી પડશે. મીડિયા દ્વારા જુદા જુદા પ્રશ્નોના જવાબમાં નીતિન પટેલે જણાવ્યું કે કાયદો મંજૂર થયા બાદ રાત્રિના સમયે દુકાનો ચાલુ રહેશે તો પોલીસ કે કોર્પોરેશનના અધિકારીઓ દુકાનદારોને રોકી શકશે નહીં. પરંતુ સામાન્ય પરિસ્થિતિ ઊભી થશે એટલે કે જો તોફાન થાય કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમી બને તો તેવા સંજોગોમાં જે તે જિલ્લાના કલેકટર અને એસપી તથા પોલીસ કમિશનરને કેટલોક સમય માટે દુકાનો બંધ રાખવા માટેની સત્તા આપવામાં આવી છે. આ સિવાય કોઇ પણ અધિકારી રાત્રિના સમયે કોઇ પણ અધિકારી વિવિધ બજારને બંધ કરાવી શકશે નહીં. જો કોઈ આવારા તત્વો દુકાનદારોને હેરાન કરશે તો કાયદો કાયદાનું કામ કરશે.
Published at : 06 Feb 2019 08:55 PM (IST)
View More





















