સોમનાથ મંદિરમાં આ પ્રકારના વસ્ત્રો પહેરવા પ્રતિબંધ હોવા છતાં કિર્તિદાન ગઢવી કઈ રીતે હાફ પેન્ટ પહેરી મંદિરમાં પ્રવેશી ગયા તે અંગે સોમનાથ ટ્રસ્ટને માલૂમ પડતાં ટ્રસ્ટ દ્વારા તપાસ પણ શરૂ કરી છે.
2/4
કિર્તીદાન ગઢવી મંદિરના પરિસરમાં હાફ પેન્ટ પહેરીને ફરતા જોવા મળ્યા હતાં જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જ્યારે તેવા પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કે જો આ જગ્યાએ કોઈ સામાન્ય વ્યક્તિ હાફ પેન્ટ પહેરીને આવ્યો હોત તો તેને મંદિરના ગેટ પરથી રવાના કરી દેવામાં આવ્યો હતો.
3/4
લોકગાયક કિર્તીદાન ગઢવી સોમનાથ મંદિરમાં કિર્તીદાન હાફ પેન્ટ પહેરી મંદિર પરીસરમાં ફરતા હોય તેવા ફોટા વાયરલ થયા છે. જેના કારણે ભારે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
4/4
સોમનાથ: ગુજરાતી લોકગાયક કિર્તીદાન ગઢવી ગુજરાત સહિત દુનિયાભરમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે છે ત્યારે કિર્તીદાન ગઢવીએ સોમનાથ મંદિરમાં હાફ પેન્ટ પહેરીને પહોંચી ગયા હતા. જેની તસવીર વાયરલ થતાં ભારે વિવાદ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે, સોમનાથ મંદિરમાં હાફ પેન્ટ પહેરવા પર પ્રતિબંધ છે.