ગાંધીનગર: ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફરી એક વખત ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજકેટની પરીક્ષા હવે 4 એપ્રિલના બદલે 23 એપ્રિલના રોજ લેવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ સમયમાં CBSEની પરીક્ષા હોવાથી તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
2/3
આ પરીક્ષા અલગ અલગ ચાર ઝોનમાં યોજાશે. આ વર્ષે સાયન્સમાં દોઢ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ધોરણ-12 સાયન્સ બાદ વિવિધ સ્ટ્રીમમાં એડમિશન લેવા માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવતી હોય છે. આ પરીક્ષા પછી વિદ્યાર્થીઓ એન્જિનીયરિંગ, ડિગ્રી-ડિપ્લોમા વગેરે સ્ટ્રીમમાં એડમિશન મેળવી શકે છે.
3/3
આ પહેલા ગુજકેટની પરીક્ષા 30 માર્ચના રોજ યોજાવાની હતી પરંતુ તેને બદલીને 4 એપ્રિલ કરવામાં આવી હતી. જોકે ફરી એકવાર તારીખમાં ફેરફાર કરતા 23 એપ્રિલ કરવામાં આવી છે.