આ ઉપરાંત સુરત જિલ્લામાં 2 ઇંચ, માંગરોળમાં 12 કલાકમાં 5.5 ઇંચ, નવસારી જિલ્લામાં 3.5 ઇંચ જ્યારે ઉપરવાસના વરસાદ સાથે ગણદેવીમાં બે દિવસમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે.
2/4
શનિવારે સાંજે સુરતમાં ત્રણ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હોવાની માહિતી મળી હતી. આ સાથે આસપાસના વિસ્તારોમાં 1થી 2 ઇંચ વરસાદ પડ્યો હોવાની માહિતી મળી રહી છે.
3/4
વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે વરસાદી માહોલ વચ્ચે વલસાડ અને વાપી સહિતાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે તોફાની વરસાદ શરૂ થયો હતો. વલસાડમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
4/4
અમદાવાદ: હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં દરિયાઇ પટ્ટામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ દરિયાકાંઠે વસતા માછીવારોને દરિયો ન ખેડવા માટે પણ સલાહ આપવામાં આવી છે. રવીવારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને દમણમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તમામ જિલ્લાઓમાં તંત્રને સાવધ રહેવા અલર્ટ આપવામાં આવ્યું છે.