મોડર્ન ટ્યૂબ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આ યાદીમાં 61માં ક્રમ પર છે જેની 48.84 કરોડ રૂપિયાની રકમ માંડી વાળવામાં આવી છે.
2/7
આ યાદીમાં નિસા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ 58માં ક્રમ પર છે જેની કુલ 52.05 કરોડ રૂપિયાની રકમ માંડીવાળવામાં આવી છે.
3/7
આ યાદીમાં ન્યૂ ટેક ફોર્જ એન્ડ ફાઉન્ડ્રી લિ. આ યાદીમાં 53માં ક્રમ પર છે. જેની કુલ 56.48 કરોડ રૂપિયાની રકમ માંડી વાળવામાં આવશે.
4/7
જ્યારે રાજ ઇન્ટરનેશનલ લિમિટેડ આ યાદીમાં 49માં ક્રમ પર છે. આ કંપનીની કુલ 59.42 કરોડ રૂપિયાની રકમ માંડી વાળવામાં આવી છે.
5/7
આ યાદીમાં ગુજરાતની યૂરો મલ્ટીવિઝન લિ. 15માં ક્રમ પર છે. જેની કુલ 124.21 કરોડ રૂપિયાની રકમ માંડી વાળવામાં આવી છે.
6/7
જે 63 કંપનીઓની રકમ માંડવાળ કરવામાં આવી છે તેમાં 12માં ક્રમે ગુજરાતની શ્રી જયરામ રાઈસ ઇન્ડસ્ટ્રીઝ છે. જેની કુલ 127.05 કરોડ રૂપિયાની રકમ માંડવાળ કરવામાં આવી છે.
7/7
અમદાવાદ: ભારતની સાર્વજનિક ક્ષેત્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ભાગુડે બિઝનેસમેન વિજય માલ્યા સહિત 63 ડિફોલ્ટરોના 7016 કરોડ રૂપિયા ડૂબી ગયા હોવાનું માની લીધું છે. એટલે કે બેંકને હવે આ નાણાં પરત મળે તેવી કોઈ શક્યતા દેખાતી નથી માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. માંડવાળ કરાયેલી લોન એસબીઆઈના ટોચના 100 લોન ડીફોલ્ટરોની કુલ રકમની 80 ટકા જેટલી રકમ થવા જાય છે. આ માંડવાળ કરવામાં આવેલ 63 કંપનીઓમાંથી 6 કંપનીઓ ગુજરાતની છે જેની કુલ મળીને 466.25 કરોડ રૂપિયાની માંડવાળ કરવામાં આવી છે. આગળ વાંચો કઈ છે તે કંપનીએ કેટલી રકમ માંડવાળ કરવામાં આવી છે.