શોધખોળ કરો
હાર્દિક પંડ્યાને લઈ ઈરફાન પઠાણે શું આપ્યું નિવેદન, જાણો વિગત
1/4

ભરૂચમાં એક ક્રિકેટ એકેડમીનાં ઉદ્ધાટનમાં બંન્ને ભાઇઓ ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણ હાજર રહ્યાં હતાં. ઉદ્ઘાટન બાદ જ્યારે મીડિયાએ ઇરફાનને પૂછ્યું કે હાર્દિક જે કંઇ બોલ્યો છે તે અંગે તમે શું માનો છો? તો તેના જવાબમાં ઇરફાને જવાબ આપ્યો હતો કે, 'જે આખી ઘટના બની છે તે સારી નથી. આ આખો મામલો વહેલી તકે ઉકેલાઈ જવો જોઇએ.'
2/4

કોફી વિથ કરણમાં ક્રિકેટર હાર્દિક પંડ્યાનાં વિવાદાસ્પદ નિવેદનોને કારણે તેનો ઘણો વિરોધ થઇ રહ્યો છે. હાર્દિકનાં વતન વડોદરાનાં કારેલીબાગમાં પણ મહિલા સંગઠન દ્વારા તેના પૂતળા દહન કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. મહિલા સંગઠન દ્વારા બીસીસીઆઇને પત્ર લખીને ક્રિકેટર હાર્દિક પંડ્યા સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવે તેવો પત્ર લખ્યો છે. મહિલા સંગઠનનાં પ્રમુખ, શોભાબેન રાવલે વિરોધ નોંધાવતા કહ્યું છે કે, ' હાર્દિક માફી નહીં માંગે તો ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે.'
Published at : 20 Jan 2019 03:43 PM (IST)
View More





















