રાજકીય વિશ્લેષકોના મતે ત્રણ રાજ્યોમાં ભાજપની હારના કારણે ભાજપમાં ફફડાટ છે. આ સંજોગોમાં જસદણમાં ભાજપની હાર થાય તો તેની જવાબદારી પોતાના માથે ના આવે તે માટે ભાજપના નેતાઓ આ પેટાચૂંટણીથી દૂર ભાગી રહ્યા છે.
2/5
જો કે આ કારણ ગળે ઉતરે તેવું નથી. આ પેટાચૂંટણીમાં પુરૂં જોર લગાવવા માટે ભાજપે પોતાના તમામ સંસદસભ્યો, ધારાસભ્યો અને આગેવાનોને 20 તારીખની સાંજ એટલે કે મતદાન ના પતે ત્યાં સુધી જસદણમાં કેમ્પ નાંખીને ધામા નાંખવા માટે સૂચના આપવામાં આવી છે ત્યારે મુખ્યમંત્રી જ ના આવે એ અજુગતું લાગે છે.
3/5
ભરત બોઘરાએ તે માટે એવું કારણ આપ્યું છે કે, મુખ્યમંત્રી મોટા જંગમાં મેદાનમાં આવતા હોય છે જ્યારે જસદણની પેટાચૂંટણી ભાજપ માટે નાની લડાઈ છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ ચિત્રમાં જ નથી તેથી મુખ્યમંત્રી અહીં પ્રચાર કરવા નહીં આવે.
4/5
જસદણના ભાજપના નેતા ભરત બોઘરાએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં આ દાવો કર્યો. ભાજપે તેના સ્ટાર પ્રચારકોની જે યાદી આપી છે તેમાં વિજય રૂપાણીનું નામ છે છતાં રૂપાણી પ્રચાર કરવા નથી આવવાના તેવું ભાજપના આગેવાને જ કહેતાં આશ્ચર્ય સર્જાયું છે.
5/5
અમદાવાદઃ ત્રણ રાજ્યોની ચૂંટણીમા મળેલી કારમી હારની અસર ગુજરાતની જસદણ વિધાનસભાની પેટાચૂંટણી પર ના પડે તે માટે ભાજપે પૂરી તાકાત લગાવવાનું નક્કી કર્યું છે ત્યારે આશ્ચર્યજનક રીતે મુખ્યમંત્રી વિજય રૂપાણી જસદણમાં ભાજપ માટે પ્રચાર કરવા નથી જવાના.