બીજી તરફ એક સાથે ચાર યુવકોના મોતના પગલે પરિવારજનોમાં માતમ છવાયો હતો. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે સ્થળે ઉપર આવી આગળની કાર્યવાહી હાથધરી હતી.
4/6
અકસ્માત થતાં જ કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કારમાં બેઠેલા ચાર યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. અકસ્માતની જાણ થતાં જ ગામ લોકો દોડી આવ્યા હતાં અને યુવકોના મૃતદેહોને કારમાંથી બહાર કાઢ્યા હતાં. આ સાથે કારને પણ બસ સ્ટેન્ડમાંથી બહાર કાઢી હતી.
5/6
જૂનાગઢના માંગરોળના કલ્યાણ ગામ નજીક આજે વહેલી સવારે ફૂલ સ્પીડમાં એક કાર પસાર થઈ રહી હતી. ત્યારે કાર ચાલક યુવકે કાર ઉપરથી કાબુ ગુમાવતા કાર બેકાબુ બનીને પલટી ખાઈ ગઈ હતી. કારે પલટી ખાઈને ગામમાં આવેલા બસ સ્ટેન્ડમાં થડાકાભેર ઘૂસી ગઇ હતી.
6/6
જૂનાગઢના માંગરોળ પાસે એક કાર પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હતો જેમાં 4 યુવાનના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાં. જેના પગલે યુવકોના પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો હતો. ફૂલ સ્પીડમાં આવતી કાર અચાનક બે કાબુ બનતાં કાર પલટી મારી ગઈ હતી અને કાર સીધી રોડ પાસેના બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ હતી.