હરેશને પકડવા માટે ઈન્દોરની સાયબર સેલે તેના રાધનપુરના ઘરે રેડ કરી હતી. પરંતુ તે નાસી છૂટ્યો હતો.
2/5
અમદાવાદની નિરમા યુનિ.માંથી સોફ્ટવેર એન્જિનિયરિંગ કરનારો હરેશ ચૌધરી ટેકનિકલી ઘણો જ હોંશિયાર છે. જેથી દુનિયાના ગમે તે ખૂણાથી પોતે કોલ કરે તેનું લોકેશન રાધનપુર જ બતાવે છે. ઈન્દોર પોલીસ પણ આરોપીની હોશિયારીથી ચોંકી ગઈ હતી. હરેશ ચૌધરી કચ્છના બુકી કમલેશ ઠક્કરનો પંટર હતો.
3/5
જેની પૂછપરછમાં હરેશ અને પૂનમનું નામ સામે આવ્યું હતું. જે બાદ પૂનમની ધરપકડ કરવા ઈન્દોર પોલીસ ગુજરાત આવી હતી અને અમદાવાદ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી હતી. પૂનમ હવે આઈપીએલ સટ્ટામાં કોણ-કોણ સંડોવાયેલું છે, કોના ઈશારે સમગ્ર રેકેટ ચાલતું હતું જેવા અનેક રહસ્યો પોલીસને જણાવી શકે છે.
4/5
મધ્યપ્રદેશના ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડીયામમાં 12 અને 14મેના રોજ કિંગ્સ ઇલેવન પંજાબની સાથે-સાથે કોલકતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ મેચના સિગ્નલ હેક કરીને 8 સેકન્ડ પહેલા સટ્ટો નક્કી થતો હતો.આઈપીએલ મેચમાં સ્ટાર ટીવીની વેબસાઈટ હેક કરી લાઈવ મેચ કરતા આઠ સેકન્ડ વહેલું પ્રસારણ જોઈ સટ્ટો રમતા બુકી અંકિતની ઈન્દોર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.
5/5
અમદાવાદઃ થોડા દિવસો પહેલા જ પૂરી થયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સટ્ટો રમાડવામાં ગુજરાત કનેકશન બહાર આવ્યું છે. આ મામલે ઈન્દોર પોલીસે ગુજરાત પોલીસની મદદથી રાધનપુરની પૂનમ ચૌધરી નામની મહિલાની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. સટ્ટાકાંડમાં પૂનમના એન્જિનિયર પતિ હરેશનું નામ પણ સામેલ છે અને હાલ તેની શોધખોળ ચાલી રહી છે.