23 જુલાઈ 2015ના દિવસે સવારે અંદાજે 11 કલાકે આ રેલી નીકળી અને રસ્તામાં ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફીસ પર આંદોલનકારીઓએ હુમલો કર્યો. ઋષિકેશની ઓફીસમાં આગ ચાંપી હતી, જોકે ધારાસભ્યએ આ મામલે કોઈ ફરિયાદ નોંધાવી ન હતી.
2/6
પરંતુ રેલી અને આગજનીને કવર કરી રહેલ જે પત્રકાર પર હુમલો થયો હતો તેણે જ વિસનગર પોલીસ સ્ટેશનમાં રાયોટીંગ, મારપીટ અને લૂટની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે હાર્દિક અને લાલજી પટેલ સહિત 17 લોકો આરોપી હતા. આ મામલે તમામ આરોપી હાલમાં જામીન પર છે. આ કેસની સનાવણી દરમિયાન ઋષિકેશ પટેલ સહિત 35 સાક્ષીના નિવેદન લેવામાં આવ્યા હતા.
3/6
નોંધનીય છે કે, 2015માં પાટીદાર અનામત આંદોલના શરૂઆતના દિવસોમાં સરદાર પટેલ સોશિયલ ગ્રુપ ચલાવતા હતા જેના પ્રમુખ લાલજી પટેલ હતા. એ દિવોસમાં મહેસાણા, મામસા બાદ મહેસાણા જિલ્લાના જ વિસનગરમાં અનામત સાથે જોડાયેલ ત્રીજી રેલી હતી. પાટીદાર આંદોલનકારી એ દિવોસમાં રેલી કાઢીને મામલતદાર ઓફીસે અરજી આપવાના હતા.
4/6
હાર્દિક અને લાલજી પટેલ સહિતના આરોપીઓ સામે પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં હાર્દિક પટેલ તથા લાલજી પટેલ આરોપી ઠરે તો તેમને ત્રણ વર્ષ સુધીની સજા તથા દંડ થઈ શકે છે. હાર્દિક તથા લાલજી સામે આગજની, તોડફોડ તથા લૂંટની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
5/6
આ રેલી દરમ્યાન ભાજપના ધારાસભ્યની ઋષિકેશ પટેલની ઓફીસમાં તોડફોડ, કેમેરા તોડવા અને મોબાઈલ લૂંટવાની ફરિયાદ મામલે નોંધાઈ હતી. આ કેસમાં કુલ 17 આરોપીઓ છે. આ આરોપીઓમાં પાસના હાર્દિક પટેલ અને સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના લાલજી પટેલનો સમાવેશ થાય છે.
6/6
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલ અને લાલજી પટેલ સામેના એક મહત્વના કેસમાં આજે ચુકાદો આવવાની શક્યતા છે. વિસનગરમાં નિકળેલી પાટીદારોના અનામતના સમર્થનમાં નિકળેલી રેલી દરમિયાન થયેલાં તોફાન મામલે વિસનગર કોર્ટ આજે ચુકાદો આપશે.