શોધખોળ કરો
'મારા મકાન માલિક પર ખોટો કેસ કરીને જેલમાં પૂરી દીધો એટલે મને કોઈ મકાન ભાડે નથી આપતું'
1/4

હાર્દિકે વધુમાં જણાવ્યું કે, હું હાલ અમદાવાદના ગ્રીનવૂડ સ્થિત જે મકાનમાં રહું છું એ મકાનનો ભાડા કરાર 20 જાન્યુઆરી, 2019ના રોજ પૂરો થવા જઈ રહ્યો છે, જો કે એ પહેલાં જ વહેલી તકે મકાન ખાલી કરાવવા મકાન માલિક પર ભાજપ દ્વારા ઉપરથી દબાણ કરાવવામાં આવી રહ્યું છે. મને મકાન ભાડે આપનાર મકાન માલિક પર પણ ભાજપ સરકારે ખોટા કેસ કરીને તેને જેલમાં ધકેલી દીધો છે. તેથી હવે ભાજપ સરકારના ભયથી મને કોઈ મકાન ભાડે આપવા તૈયાર થતું નથી.
2/4

શંકરસિંહના ટેકેદારના મકાનમાં રહેવા જવાની કે મારા એનસીપીમાં જોડાવાની વાત તદ્દન પાયાવિહોણી છે. જો મને કોઈ મકાન ભાડે નહીં આપે તો હું વિરમગામમાં મારા ઘરે રહીને લડતને આગળ ચલાવીશ. આ અંગે સરકારમાંથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમનો સંપર્ક થઈ શક્યો નહતો.
Published at : 14 Nov 2018 09:33 AM (IST)
View More





















