અમદાવાદઃ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન ફરી એક વખત વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. તાજેતરમાં ગાંધીનગરના 68 ગામના ખેડૂતો તેમની જમીનના પ્રશ્નની રજૂઆત કરવા આવેલા ત્યારે ખેડુતો સમક્ષ તેમણે નિવેદન કર્યું હતું કે ઠાકોર અને દલિતોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે અને તેના માટે કોંગ્રેસ દ્વારા ખર્ચ પણ આપવામાં આવે છે.
2/3
અત્રે ઉલ્લેખનિય છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા દલિતોને લઈને જે શબ્દના પ્રયોગ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તે શબ્દનો ઉપયોગ ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ કર્યો છે.
3/3
નીતિન પટેલ ગુજરાતમાં કોંગ્રેસ દોષીત હોવાનો આરોપ મુકતા કહ્યું હતું કે, પાટીદાર આંદોલન પણ વિધાનસભાની ચૂંટણીના મતદાન દિવસ સુધી ચાલશે અને ત્યાર બાદ બધુ શાંત થઈ જવાનું છે. આમ પાટીદારો પણ ચૂંટણીલક્ષી આંદોલન ચલાવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યુ હતું.