નોંધનીય છે કે, અગાઉ પીએમ મોદી 23 ઓગસ્ટે ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તે સમયે મોદીએ વલસાડમાં બે પ્રોજેક્ટનું લોકાર્પણ અર્થ તેઓ વલસાડ ગયા હતા, ત્યારબાદ આવાસ યોજના હેઠળ ગરીબ લોકોને મકાનો લાભાર્થીઓને ફાળવ્યા હતા. ધરમપુરમાં પણ પાણી પુરવઠા જૂથ યોજનાનું લોકાર્પણ પણ કર્યું હતું. આ સિવાય જૂનાગઢમાં મેડિકલ કોલેજનું ઊદ્ધાટન કર્યું હતું, ત્યારબાદ ગાંધીનગર ખાતે યોજાનાર પદવીદાન કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. સાથે ફોરેન્સિક સાયન્સ યુનિ.ના પદવીદાન કાર્યક્રમમાં આપી હતી.
2/3
કહેવાય છે કે, ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં દેશની જાણીતી દૂધ બ્રાન્ડ અમુલની ચોકલેટ ફેક્ટરનું ઉદ્ઘાટન છે. આ પ્રસંગે પીએમ મોદી હાજર રહી શકે છે. સરકાર તરફથી પણ અન્ય વિસ્તારોમાં સરકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને જોતા લાગે છે પીએમ મોદી અમુલના ઉદ્ઘાટનની સાથે સાથે અન્ય કાર્યક્રમમાં પણ હાજરી આપી શકે છે.
3/3
નવી દિલ્હીઃ પીએમ મોદી ફરી એક વખત ગુજરાતના મહેમાન બને તેવી શક્યતા છે. મોદી પહેલા ઓગસ્ટ મહિનામાં ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે હવો ઓક્ટોબર મહનામાં ફરી ગુજરાતના મહેમાન બને તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે.