અમદાવાદ: ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિના કારણે પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ ઉભી થઈ છે. 20 જૂલાઈએ જૂનાગઢમાં મેડિકલ કોલેજનું લોકાર્પણ કરવાના હતા પીએમ મોદી.
2/3
ઉલ્લેખનીય છે કે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને PM મોદી ગુજરાતમાં તૈયારીઓનાં ભાગરૂપે મુલાકાત લેવાના હતા.
3/3
પીએમ મોદી 20મી તારીખે ગુજરાત આવવાના હતા. પીએમ મોદી રાજકીય સ્થિતી અંગે પણ સમીક્ષા કરવાના હતા. ગાંધીનગરમાં પણ પીએમ મોદી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા પરંતુ ગુજરાતમાં ભારે વરસાદના કારણે પીએમ મોદીનો સંપૂર્ણ પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે.