શોધખોળ કરો
નવા શૈક્ષણિક સત્રથી ગુજરાતમાં ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓને કરી શકાશે નાપાસ
1/3

ભારત સરકારે ગુજરાત સરકારની આ રજૂઆતને ધ્યાને રાખીને ધોરણ 5 અને 8માં વિદ્યાર્થીને પાસ કે નાપાસ કરાશે તેવો આરટીઈ એક્ટ હેઠળ સુધારો લાવતો ખરડો સંસદમાં રજૂ કરાયો હતો. સપ્ટેમ્બર 2018માં તેને મંજૂર કરાયો હતો. સરકારે જૂન-2019થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી ધો. 5 અને 8માં વિદ્યાર્થીને પાસ કે નાપાસ કરવાનો નિર્ણય લીધો છે. જો કે ધો. 6 અને 7માં વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે નહીં.
2/3

ગાંધીનગર: વર્ષ 2009માં યુપીએ સરકારે આરટીઈ એક્ટ હેઠળ ધોરણ 1થી 8માં પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓને નાપાસ નહી કરવાની જોગવાઈ કરી હતી. આવી નીતિને કારણે બાળકોનું શૈક્ષણિક સ્તર નબળું રહેતું હોવાની રજૂઆત ગુજરાત સરકારે વર્ષ 2014માં એનડીએ સરકારને કરી હતી. નાપાસ નહી કરવાની જોગવાઈના કારણે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા બગડતી હતી તેવી વારંવાર રજૂઆતો કરાઈ હતી. હવે કેન્દ્ર સરકારે ધો. 5 અને ધો. 8માં વિદ્યાર્થીઓને પરીક્ષા લઇને નાપાસ કરી શકાશે તેવો નિર્ણય કર્યો છે.
Published at : 05 Jan 2019 08:42 AM (IST)
View More




















