શોધખોળ કરો
ભરુચઃ પ્રમુસ્વામીના અસ્થિ વિસર્જન બાદ દુર્ઘટના, બ્રિજ તૂટતાં બે મહિલા હરિભક્તોના મોત
1/13

આ ઘટનામાં મોતને ભેટનારી મહિલાઓ ઝાડેશ્વરની નજીક પટેલનગરની રહેવાસી હતી. પ્રમુખસ્વામી મહારાજના અસ્થિપુષ્પ વિસર્જનના કાર્યક્રમાં મહંત સ્વામી સહિતના સંતો અને મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એટલું જ નહીં આ સમયે ભરૂચ શહેર તથા જિલ્લામાંથી હજારોની સંખ્યામાં હરિભક્તો પણ નર્મદા પાર્ક ખાતે એકત્ર થયાં હતાં.
2/13

કાર્યક્રમના સમાપન બાદ હરિભક્તો ઘરે પરત ફરી રહ્યાં હતાં તે સમયે નર્મદા પાર્કનો લાકડાનો બ્રીજ લોકોના વઘુ ધસારાને કારણે તૂટી પડ્યો હતો. આ બ્રિજ સાંજે લગભગ 8 વાગ્યાની આસપાસ તૂટી પડ્યો હતો. બ્રિજ તુટતાની સાથે બે મહિલા સહિત 5 લોકો 12 ફૂટથી વધુ ઉંચાઇએથી નીચે પટકાયા હતાં. જેમાં બે મહિલાના મોત થયા હતા.
Published at : 21 Nov 2016 10:17 AM (IST)
Tags :
Pramukh SwamiView More





















