હાર્દિક સહિતના આરોપીઓ સામે પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં હાર્દિક પટેલ તથા લાલજી પટેલ આરોપી ઠરે તો તેમને ત્રણ વર્ષ સુધીની સજા તથા દંડ થઈ શકે છે. હાર્દિક તથા લાલજી સામે આગજની, તોડફોડ તથા લૂંટની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
2/3
આ રેલી દરમ્યાન ભાજપના ધારાસભ્યની ઋષિકેશ પટેલની ઓફીસમાં તોડફોડ, કેમેરા તોડવા અને મોબાઈલ લૂંટવાની ફરિયાદ મામલે નોંધાઈ હતી. આ કેસમાં કુલ 17 આરોપીઓ છે. આ આરોપીઓમાં પાસના હાર્દિક પટેલ અને સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના લાલજી પટેલનો સમાવેશ થાય છે.