આખરે યુવતીએ નવેમ્બર 2018માં પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસ દ્વારા તપાસ કરતા ટ્રેકિંગ દરમિયાન ફેસબુક એકાઉન્ટ ભુજમાંથી ઓપરેટ થતું હોવાની માહિતી મળી હતી. ભરૂચ સાઈબર સેલની ટીમ ભુજના મોટા રેહા ગામ પહોંચી હતી અને તે યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
2/3
મોબાઈલ ફોનની મદદથી અલગ-અલગ નેટવર્કમાં તેણે ફેસબુક એકાઉન્ટ ક્રિએટ કરી યુવતીના નામે અશ્લિલ ફોટા અને બિભત્સ કોમેન્ટો કરી હતી. માર્ચ 2018માં બનાવાયેલા આ એકાઉન્ટ ઓપરેટ કરનારને યુવતી શોધી રહી હતી પરંતુ તેને સફળતા મળી ન હતી.
3/3
ભરૂચ: મનપસંદ યુવતી સાથે લગ્ન ન થતાં યુવતીનું ફેક ફેસબુક આઈડી બનાવી તેને બદનામ કરવાનો પ્રયાસ કરનાર ભુજના યુવાનની ભરૂચ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. એક તરફી પ્રેમમાં યુવતીના નામનું ફેક ફેસબુક આઈડી બનાવી અશ્લિલ ફોટા અને બીભત્સ કોમેન્ટ દ્વારા બદનામ કરવાની કોશિશ કરનાર સતુભા જાડેજાની ભરૂચ પોલીસે ધરપકડ કરી હતી.