એબીપીના c-voter દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો. ત્રણેય રાજ્યોના કુલ મળીને 27,968 લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી અને ત્યાર બાદ અંતિમ નિર્ણય પર પહોંચી શકાયું હતું.
2/7
એબીપી ન્યુઝ અને સી-વોટર સર્વેના જણાવ્યા પ્રમાણે મધ્ય પ્રદેશમાં સીએમના રૂપમાં શિવરાજ સિંહ ચૌહાણ લોકોની પહેલી પસંદગી છે. શિવરાજ સિંહ ચૌહાણને 42 ટકા તો કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંઘિયાને 30 ટકા લોકો પસંદ કરે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથને સીએમના રૂપમાં લગભગ 7 ટકા લોકો પોતાની પસંદગી બતાવી રહ્યા છે.
3/7
4/7
રાજ્યમાં જો વોટ શેરની વાત કરવામાં આવે તો C-VOTER પ્રમાણે ભાજપને 46 ટકા, કોંગ્રેસને 39 ટકા તો અન્યોને 15 ટકા વોટ શેર મળી શકે છે. વડાપ્રધાન પદ માટે હજી પણ મધ્ય પ્રદેશની 54 ટકા જનતાની પહેલી પસંદ નરેન્દ્ર મોદી છે જ્યારે 25 ટકાની પસંદગી રાહુલ ગાંધી છે.
5/7
મધ્ય પ્રદેશ વિધાનસભાની કુલ 230 બેઠકો છે માટે મહુમત મેળવવા માટે કોઈ પાર્ટીને ઓછામાં ઓછી 116 બેઠકો મેળવવી જરૂરી છે. C-VOTERના સર્વે હાલ બેઠકોના મામલે કોંગ્રેસ ભાજપને પછાડતી જોવા મળી રહી છે. જો હાલ જ રાજ્યમાં ચૂંટણી યોજાય તો કોંગ્રેસ બહુમતનો આંકડો પાર કરી શકે છે. કોંગ્રેસના ફાળે 117 બેઠકો આવવાની શક્યતા છે. જ્યારે ભાજપને 106 બેઠકો મળી શકે છે. આ ઉપરાંત અન્યોને 7 બેઠકો મળી શકે છે. આ સર્વે પ્રમાણે આગામી વિધાનસભામાં ભાજપને કોંગેસ કરતા મોટો આંચકો લાગી શકે છે.
6/7
મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વ હેઠળ છેલ્લા 15 વર્ષોથી ભાજપનું શાસન ચાલે છે. ભાજપ અહીં સત્તા ટકાવી રાખવા તો કોંગ્રેસ કાંગરા ખેરવી સત્તા પર આવવા મથામણ શરૂ કરી દીધી છે. C-VOTERના જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસને 42 ટકા તો ભાજપને રાજ્યમાં 40 ટકા વોટ શેર મળી શકે છે, જ્યારે અન્યોના ખાતામાં 18 ટકા વોટ શેર જઈ શકે છે.
7/7
નવી દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણી પહેલા દેશના ત્રણ મોટા રાજ્યો છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ ત્રણ રાજ્યોમાં જનતાનો મૂડ જાણવા એબીપી ન્યૂઝે સી વોટર સર્વે કરાવ્યો હતો. જેમાં ચોંકાવનારી બાબત સામે આવી હતી કે ત્રણેય રાજ્યોમાં ભાજપના હાથમાંથી સરકાર જઈ શકે છે. આ ત્રણેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીના જે કંઈ પરિણામો આવશે તેની 2019 લોકસભા ચૂંટણી પર અસર પડવાની હોવાથી તેને 2019ની સેમિફાઇનલ તરીકે પણ જોવામાં આવી રહી છે.